ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણી રમાઈ હતી. શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 135 રને જીત મેળવી સિરીઝ 3-1થી જીતી લીધી હતી. આ મેચમાં સંજુ સેમસન અને તિલક વર્મા ટીમની જીતના હીરો રહ્યા હતા. બંને ખેલાડીઓએ સદી ફટકારી હતી. આ શ્રેણીમાં બંને ખેલાડીઓની આ બીજી સદી હતી. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાની આ વર્ષની છેલ્લી T20 મેચ પણ હતી.
ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું, T20 સિરીઝ પર 3-1થી જીતી, રમનદીપે લીધી અંતિમ વિકેટ
દક્ષિણ આફ્રિકાને નવમો ઝટકો, અક્ષર પટેલે લીધી બીજી વિકેટ, ભારત જીતથી એક વિકેટ દૂર
આફ્રિકાને આઠમો ઝટકો, ગેરાલ્ડ કોએત્ઝી 12 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે લીધી વિકેટ
દક્ષિણ આફ્રિકાને સાતમો ઝટકો, વરુણ ચક્રવર્તીએ લીધી બીજી વિકેટ, ભારત જીતથી ત્રણ વિકેટ દૂર
દક્ષિણ આફ્રિકાને છઠ્ઠો ઝટકો, ટ્રિસ્ટન સ્ટબ્સ 43 રન બનાવી થયો આઉટ, રવિ બિશ્નોઈએ લીધી વિકેટ
દક્ષિણ આફ્રિકાને પાંચમો ઝટકો, ડેવિડ મિલર 36 રન બનાવી થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 50 ને પાર, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલર ક્રિઝ પર હાજર
પાવરપ્લે બાદ આફ્રિકાનો સ્કોર 30/4, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલર ક્રિઝ પર હાજર
અર્શદીપ સિંહની બેક ટુ બેક વિકેટ, માર્કરામ બાદ ક્લાસેનને 0 પર કર્યો આઉટ
આફ્રિકાને ત્રીજો ઝટકો, અર્શદીપ સિંહે કેપ્ટન એઈડન માર્કરામને કર્યો સસ્તામાં આઉટ
આફ્રિકાને બીજો ઝટકો, હાર્દિક પંડયાએ રેયાન રિકલ્ટનને 1 રન પર કર્યો આઉટ
આફ્રિકાને પહેલો ઝટકો, અર્શદીપ સિંહે રીઝા હેન્ડ્રીક્સને 0 પર કર્યો ક્લીન બોલ્ડ
ભારતે આફ્રિકાને જીતવા 284 રનનો આપ્યો ટાર્ગેટ, સંજુ સેમસન-તિલક વર્માની સદી
સંજુ સેમસન બાદ તિલક વર્માની દમદાર સદી, બંનેએ આ સિરીઝમાં બીજી સદી ફટકારી, બંનેએ સિક્સરનો કર્યો વરસાદ
તિલક વર્માની દમદાર સદી, આ સિરીઝમાં સતત બીજી સદી ફટકારી
સંજુ બાદ તિલક વર્માએ પણ પોતાની અડધી સદી પૂરી કરી. તેણે 50 રન સુધી પહોંચવામાં માત્ર 22 બોલ લીધા હતા.
ભારતની આક્રમક બેટિંગ, ટીમ ઈન્ડિયાનો સ્કોર 200 ને પાર, તિલક-સંજુની જોરદાર ફટકાબાજી
દસ ઓવર બાદ ભારતનો સ્કોર 129/1, સંજુ અને તિલક ક્રિઝ પર હાજર
સંજુની ફિફ્ટી, જોરદાર છગ્ગો ફટકારી અર્ધસડી પૂરી કરી
ભારતનો સ્કોર 100 ને પાર, તિલક વર્મા અને સંજુ સેમસનની જોરદાર ફટકાબાજી, તિલક વર્માએ કેશવ મહારાજને જોરદાર સિક્સર ફટકારી
પાવરપ્લે બાદ ભારતનો સ્કોર 73/1, સંજુ સેમસન અને તિલક વર્મા ક્રિઝ પર હાજર, અભિષેક શર્મા 36 રન બનાવી થયો આઉટ
ભારતને પહેલો ઝટકો, અભિષેક શર્મા 36 રન બનાવી થયો આઉટ, લુથો સિપામલાએ લીધી વિકેટ
4.1 ઓવરમાં ભારતનો સ્કોર 50 ને પાર, અભિષેક શર્માએ ફટકારી જોરદાર સિક્સર, સંજુની મજબૂત બેટિંગ
દક્ષિણ આફ્રિકા સામે ભારતની આક્રમક શરૂઆત, સંજુ સેમસન-અભિષેક શર્માની ફટકાબાજી
ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સ શરૂ થઈ. સંજુ સેમસન સાથે અભિષેક શર્મા ક્રિઝ પર. દક્ષિણ આફ્રિકા માટે પ્રથમ ઓવર માર્કો જેન્સન કરશે.
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી
રેયાન રિકલ્ટન, રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, એન્ડીલે સિમેલેન, કેશવ મહારાજ, લુથો સિપામલા
અંતિમ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમમાં કોઈ ફેરફાયર કરવામાં આવ્યો નથી, અંતિમ મેચની પ્લેઈંગ 11 સાથે જ બંને ટીમો મેદાનમાં ઉતરશે.
દક્ષિણ આફ્રિકા સામે અંતિમ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
Published On - 8:03 pm, Fri, 15 November 24