India vs Pakistan T20 Asia Cup 2022: પાકિસ્તાન સામે ભારતે 182 રનનુ લક્ષ્ય રાખ્યુ, વિરાટ કોહલીની અડધી સદી

|

Sep 04, 2022 | 9:53 PM

India vs Pakistan, Asia Cup 2022 1st Inning Report Today: ભારતીય ટીમના ઓપનરોએ ભારતને આક્રમક શરુઆત અપાવી હતી, પરંતુ મીડલ ઓર્ડરની મહત્વની મેચમાં સમસ્યા રહી હતી.

India vs Pakistan T20 Asia Cup 2022: પાકિસ્તાન સામે ભારતે 182 રનનુ લક્ષ્ય રાખ્યુ, વિરાટ કોહલીની અડધી સદી
રોહિત અને રાહુલે શાનદાર શરુઆત અપાવી હતી

Follow us on

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે એશિયા કપ 2022 માં ફરી એક વાર ટક્કર જામી છે. બંને વચ્ચે આ મેચ સુપર-4 ની છે. બંને ટીમ માટે મહત્વની મેચ છે. પાકિસ્તાન ના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલે શાનદાર શરુઆત કરાવી હતી. પાકિસ્તાની બોલરોને એક બાદ એક ધુલાઈ કરતા પાવર પ્લેમાં ચોગ્ગા અને છગ્ગા વરસાવ્યા હતા. વિરાટ કોહલી (Virat Kohli) એ પણ મહત્વની ઈનીંગ રમી હતી. તેણે અડધી સદી નોંધાવી હતી. ભારતે 7 વિકેટ ગુમાવીને 181 રનનો સ્કોર 20 ઓવરના અંતે નોંધાવ્યો હતો.

ટોસ હારીને બેટીંગ કરવા માટે ક્રિઝ પર આવેલી ભારતીય ઓપનીંગ જોડીએ ધમાલ મચાવી દીધી હતી. બંનેની ઓપનીંગ જોડી વચ્ચે અડધી સદીની ભાગીદારી નોંધાઈ હતી. ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે આક્રમક રમત શરુ કરી હતી. બંનેએ ચોગ્ગા અને છગ્ગા મેદાનની ચારેબાજુ વરસાવી દીધા હતા. બંને વચ્ચે 31 બોલમાં 54 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. આમ ભારતને માટે શાનદાર શરુઆત રહી હતી. જોકે પ્રથમ વિકેટના રુપમાં ભારતે રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી.

રોહિત-રાહુલની ‘ધમાલ’ શરુઆત

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રોહિત શર્મા શાનદર શોટ લગાવી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન જ તે વિકેટ ગુમાવી બેઠો હતો. હારિસ રઉફે ધીમી ગતીનો ઓફ કટર બોલ નાંખ્યો હતો. જે બેટના નિચલા હિસ્સા વડે બોલ સિધો જ હવામાં ઉંચો ચડ્યો હતો. ફખર ઝમાન કેચ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ બોલ પકડી શક્યો ન હતો, જોકે ખુશદિલ શાહનું સંપૂર્ણ ધ્યાન બોલ પર હતું અને ફખરને ટકરાયા બાદ પણ તેણે બોલ છોડ્યો નહોતો. રોહિત 16 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

કેએલ રાહુલે પણ આક્રમક રમત રમી હતી. તે નવાઝના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 20 બોલમાં 2 છગ્ગાની મદદ થી 28 રન નોંઘાવ્યા હતા. તેની રમતે પણ શરુઆતને શાનદાર બનાવી હતી. ત્યાર બાજ સૂર્યકુમાર ત્રીજી વિકેટના રુપમાં વિકેટ ગુમાવી પેવેલિયન પરત ફર્યો હતો. તે ટીમના 91 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 13 રન 2 ચોગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા.

કોહલીની અડધી સદી

વિરાટ કોહલીએ મહત્વના સમયે જરુરી ભૂમિકા નિભાવી હતી. રોહિત અને રાહુલની જોડીએ સારી શરુઆત આપ્યા બાદ ભારતીય ટીમને યોગ્ય સ્કોર પર પહોંચાડવાની જવબદારી તેણે નિભાવી હતી. કોહલીને જોકે ટૂકડે ટૂકડે ભાગીદારી સાથ મળી રહ્યો હતો. પરંતુ તે સેટ થઈને પોતાનુ પ્રદર્શન જારી રાખ્યુ હતુ. તેણે શાનદાર અડધી સદી નોંધાવી હતી. કોહલીએ 44 બોલનો સામનો કરીને 60 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો નોંધાવ્યો હતો.

મિડલ ઓર્ડર ની ફરી સમસ્યા

ફરી એકવાર એજ પ્રકારની સમસ્યા જોવા મળી હતી. એક તરફ કોહલી રન નિકાળવા સાથે ક્રિઝ પર ટકી રહ્યો હતો. પરંતુ તેને સાથ પૂરાવતો બીજો છેડો સાચવવામાં સમસ્યા રહી હતી. સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 13 રન નોંઘાવીને આઉટ થયો હતો. ઋષભ પંત 12 બોલમાં 14 રન નોંધાવી પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યા પાસે અપેક્ષાઓ હતી પરંતુ તે કમનસીબે શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. દીપક હુડાએ 14 બોલમાં 16 રન નોંધાવ્યા હતા.

Published On - 9:18 pm, Sun, 4 September 22

Next Article