IND vs PAK: ઋષભ પંતને બહાર રાખવાને લઈ રોહિત શર્મા કહ્યુ દુઃખ છે, દિનેશ કાર્તિકને અપાઈ તક

|

Aug 28, 2022 | 7:55 PM

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેની મહત્વની મેચમાં બે વિકેટકીપરો ઋષભ પંત અને દીનેશ કાર્તિકમાંથી કોઈ એકને અંતિમ ઈલેવન માટે પસંદ કરવો એ પહેલાથી જ માથાના દુઃખાવા સમાન સ્થિતી લાગી રહી હતી. અંતમાં પંત બહાર અને કાર્તિકને મેદાનમાં સ્થાનમાં મળ્યુ છે.

IND vs PAK: ઋષભ પંતને બહાર રાખવાને લઈ રોહિત શર્મા કહ્યુ દુઃખ છે, દિનેશ કાર્તિકને અપાઈ તક
Rohit Sharma એ પંતને બહાર રાખવાનુ બતાવ્યુ કારણ

Follow us on

એશિયા કપ 2022 માં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેની મેચની એ ઘડી આવી આવી ચુકી છે જેનો ઈંતજાર છેલ્લા કેટલાય સમય છી ક્રિકેટ ચાહકો કરી રહ્યા હતા. ટોસ થઈ ચુક્યો છે અને હાઈવોલ્ટેજ મેચ શરુ પણ થઈ ચુકી છે. ભારતીય ટીમમાં એક મોટો ફેરફાર ટોસ દરમિયાન જાહે કરવામાં આવ્યો છે. ભારતના યુવા સ્ટાર ખેલાડી ઋષભ પંત (Rishabh Pan) ને આ મહત્વની મેચમાં સ્થાન મળ્યુ નથી. તેના સ્થાને દીનેશ કાર્તિક (Dinesh Karthik) નો અંતિમ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેચ પહેલાથી જ જોકે આ મામલે ચર્ચાઓ થઈ રહી હતી કે બંનેમાંથી કોની પસંદગી કરવામાં આવશે? જે સવાલનો જવાબ પણ ટોસ સાથે મળી ગયો છે. કેપ્ટન રોહિત શર્માએ પંતને બહાર રાખવાનુ અને કાર્તિકને મોકો આપવાને લઈને ટોસ દરમિયાન કંઈક આમ કહ્યુ હતુ.

રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. ટોસ જીતવા દરમિયાન ભારતે પ્લેઈંગ ઈલેવન જાહેર કરી હતી. જેમાં ઋષભ પંતનુ નામ નહોતુ, તેના સ્થાને દીનેશ કાર્તિકનુ નામ ઈલેવનમાં જોવા મળ્યુ હતુ. રોહિત શર્માએ બતાવ્યુ હતુ કે, પંતને બહાર રાખવો એ દુઃખની વાત છે.

રોહિત શર્માએ આમ કહ્યુ

ઋષભ પંત ઉપરાંત ટીમ ઈન્ડિયામાં રવિચંદ્રન અશ્વિન અને દીપક હુડ્ડાને પણ સ્થાન મળ્યુ નથી. ભારતીય ટીમના કેપ્ટન રોહિતે કહ્યુ હતુ કે, મને લાગતુ કે ટોસ આટલો મહત્વનો હશે. બસ અમે અહીં સારુ ક્રિકેટ રમવા માટે છીએ. અમે આઈપીએલમાં પણ અહીં રમી ચૂક્યા છીએ, તો અમને એમ લાગે છે કે પીચ સારી હશે. ઋષભ પંત અને દીનેશ કાર્તિક બંનેમાંથી કોઈ એકને પસંદ કરવો ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. દુઃખની વાત છે કે, પંત નથી રમી રહ્યો. આ ઉપરાંત આવેશ ત્રીજો ઝડપી બોલરના રુપમાં ટીમમાં હિસ્સો છે. આ અમારે માટે મહત્વની ટક્કર છે પરંતુ ક્રિકેટરના રુપમાં અમે વિરોધી ટીમના અંગે વિચારી રહ્યા નથી. અમે બસ એની પર જ ધ્યાન રાખીશુ કે જે ભૂલો થઈ છે તેને સુધારી શકાય. અમે પહેલા બોલીંગ કરીશું

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

India Vs Pakistan: બંને ટીમોની પ્લેઇંગ-11

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ.

પાકિસ્તાન ટીમ: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ, શહનાબાઝ દહાની.

 

Published On - 7:45 pm, Sun, 28 August 22

Next Article