India vs Pakistan: પાકિસ્તાન પર હાર્દિક પંડ્યાનો કહેર, રિઝવાન, ઇફ્તિખાર, ખુશ્દીલને પેવેલિયનનો રસ્તો મપાવી દીધો

|

Aug 28, 2022 | 9:38 PM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ પાકિસ્તાનને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધુ છે. 15 મી ઓવરમાં પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પણ પેવેલિયન તરફ પરત મોકલી દીધો હતો, આ સાથે જ મોટા સ્કોરની પાકિસ્તાનના સપનાઓ પર ટીમ ઈન્ડિયાએ પાણી ફેરવી દીધુ હતુ.

India vs Pakistan: પાકિસ્તાન પર હાર્દિક પંડ્યાનો કહેર, રિઝવાન, ઇફ્તિખાર, ખુશ્દીલને પેવેલિયનનો રસ્તો મપાવી દીધો
Hardik Pandya એ કમાલનો સ્પેલ કર્યો

Follow us on

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ રંગ જમાવી દીધો છે. કમાલની ઓવર વડે પાકિસ્તાનના સપનાઓ પર જાણે કે પાણી ફેરવી દીધુ છે. એશિયા કપ 2022 માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની ટક્કરને લઈ છેલ્લા કેટલાક દિવસથી બંને ટીમો તૈયારીઓ કરી રહ્યુ હતુ. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તો સૌથી પહેલા દુબઈ પહોંચીને મહાજંગની તૈયારીઓ શરુ કરી દીધી હતી. પરંતુ પાકિસ્તાનના તમામ સપનાઓ પર મેદાનમાં બેટીંગ કરવા ઉતરતા જ ભારતીય બોલરોએ ચકનાચૂર કરી દીધા હતા. શરુઆત અનુભવી બોલર ભૂવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) કરી હતી. પરંતુ પાકિસ્તાનની કરોડરજ્જૂ તોડી પાડવાનુ કામ હાર્દિક પંડ્યાએ તેના કમાલના પ્રદર્શન વડે કર્યુ હતુ. એક રીતે કહીએ તો પાકિસ્તાન પર રીતસરનો કહેર વર્તાવીને મુશ્કેલી સર્જી દીધી હતી.

હાર્દિક પંડ્યાની કમાલની બોલીંગ

હાર્દિક પંડ્યાની ઓવર આવતા ઈફ્તિકખાર અહેમદ જ પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યાએ ઇફ્તિખારને વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથમાં શોર્ટ બાઉન્સર બોલ પર કેચ કરાવી શિકાર કર્યો હતો. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાનને પણ આઉટ કર્યો હતો. હાર્દિકે આ મહત્વની વિકેટ ઝડપી હતી. રિઝવાન 42 બોલનો સામનો કરીને 43 રન નોંધાવીને પરત ફર્યો હતો. જેનો કેચ આવેશખાને કર્યો હતો. રિઝવાનની વિકેટ 15મી ઓવરના પ્રથમ બોલે હાર્દિકે ઝડપ્યા બાદ, ત્રીજા બોલ પર ખુશ્દીલ શાહની વિકેટ ઝડપી હતી. આમ પંડ્યાની એક જ ઓવરમાં તેણે બીજી વિકેટ ઝડપી હતી. હાર્દિકે તેની ચાર ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને રન ચેથઝ કરવાની યોજના અપનાવી હતી. આ સાથે જ પ્લેઈંગ ઈલેવન જાહેર કરતા વિકેટકીપર ઋષભ પંતને સ્થાને દિનેશ કાર્તિકનો સમાવેશ કર્યો હોવાનુ જણાવ્યુ હતુ. ભારતે પહેલા બોલીંગ કરવાનો નિર્ણય યોગ્ય કર્યો હોવાનુ ભારતીય બોલરોએ સાબિત કર્યુ હતુ. ભૂવનેશ્વર કુમારે શરુઆત કર્યા બાદ બીજી વિકેટ આવેશ ખાન અને બાદમાં હાર્દિક પંડ્યાએ તરખાટ મચાવ્યો હતો. આમ પાકિસ્તાનની રનની ગતિ ધીમી પડી ગઈ હતી. રિઝવાનની વિકેટ ગુમાવતા જ પાકિસ્તાનનો લડાયક સ્કોર ખડકવાનુ સપનુ ખતમ થઈ ચુક્યુ હતુ.

 

 

 

Published On - 9:09 pm, Sun, 28 August 22

Next Article