અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત-પાકિસ્તાનની મેચ ફિક્સ ? રચાયા રસપ્રદ સમીકરણ

|

Feb 05, 2024 | 8:09 AM

અંડર-19 વર્લ્ડ કપની બંને સેમિ ફાઈનલની તારીખો નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ફેબ્રુઆરીએ રમાશે.

અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત-પાકિસ્તાનની મેચ ફિક્સ ? રચાયા રસપ્રદ સમીકરણ
India vs Pakistan

Follow us on

અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે. શનિવારે પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી અને આ પછી આશા છે કે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે. કારણ કે ટીમ ઈન્ડિયા પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

આ સાથે જ બંને સેમિ ફાઈનલની તારીખો નક્કી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે બીજી સેમિફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ફેબ્રુઆરીએ રમાશે. એટલે કે જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે અને બીજી તરફ પાકિસ્તાન જીતે છે તો ભારત-પાકિસ્તાન ફાઈનલ થઈ શકે છે.

પાકિસ્તાન-બાંગ્લાદેશ મેચમાં શું થયું?

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને માત્ર 155 રન બનાવ્યા હતા, અહીં એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનને હાર મળી શકે છે અને બાંગ્લાદેશ કંઈક અદ્ભુત કરી શકે છે. જોકે, બાંગ્લાદેશ સામે પડકાર એ હતો કે તેણે માત્ર 38 ઓવરમાં મેચ જીતવી હતી, પરંતુ બાદમાં પાકિસ્તાની બોલિંગે તેની બેટિંગ લાઈનઅપને ધ્વસ્ત કરી.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

બાંગ્લાદેશના અલગ-અલગ બેટ્સમેનોને શરૂઆત મળી હતી, પરંતુ એક પણ મોટી ઈનિંગ થઈ શકી નહોતી.  ઉબેદ શાહે પાકિસ્તાન માટે સાચો ચમત્કાર કર્યો અને પાંચ વિકેટ લીધી. ઉબેદ શાહ પાકિસ્તાની બોલર નસીમ શાહનો ભાઈ છે, જેણે પાકિસ્તાન માટે તરખાટ મચાવ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ સતત પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયા એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. આ વખતે અંડર-19 વર્લ્ડકપની ફાઈનલ 11 ફેબ્રુઆરીએ રમાવાની છે.

આ પણ વાંચો: શુભમન ગિલની જેમ તેનો મિત્ર પણ ફ્લોપ, 6 મહિના બાદ કમબેક મેચમાં કઈ ખાસ ન કરી શક્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:05 am, Mon, 5 February 24

Next Article