
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીનો પ્રારંભ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે થનારી પહેલી મેચથી થશે. વર્ષ 2026 માં ટીમ ઈન્ડિયાની આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. ODI રેન્કિંગમાં ટોચની બે ટીમો વચ્ચેની આ શ્રેણી ક્રિકેટપ્રેમીઓ માટે ખાસ રોમાંચક બનવાની છે.
આ શ્રેણીની પહેલી મેચ ન્યુઝીલેન્ડના 24 વર્ષીય ફાસ્ટ બોલર માટે ખૂબ જ યાદગાર બનશે. આ યુવા ખેલાડી પહેલી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકાશે. મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ન્યુઝીલેન્ડના કેપ્ટને આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ક્રિશ્ચિયન ક્લાર્ક વડોદરામાં રમાનારી પહેલી ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. 24 વર્ષીય ક્લાર્ક માટે આ એક મોટી તક છે. ગયા વર્ષે તેનો સમાવેશ ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં થયો હતો, પરંતુ તેને મેચ રમવાની તક મળી નહોતી. હવે ODI ફોર્મેટમાં તેને પોતાની ક્ષમતાઓ સાબિત કરવાની તક મળશે.
ન્યુઝીલેન્ડના કેપ્ટન માઈકલ બ્રેસવેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “અમે હજી અમારી અંતિમ પ્લેઈંગ ઇલેવન નક્કી કરી નથી, પરંતુ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ક્રિશ્ચિયન ક્લાર્ક રવિવારની ODI મેચમાં ડેબ્યૂ કરશે. તેણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને અહીંની તૈયારી દરમિયાન પણ ખૂબ સારી બોલિંગ કરી છે.”
કેપ્ટન માઈકલ બ્રેસવેલે અનુભવી ફાસ્ટ બોલર કાઈલ જેમિસનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “કાઈલ જેમિસન ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે અને તેની પાસે ભરપૂર અનુભવ છે. બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરવા માટે હું તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. તે ખૂબ કુશળ અને અસરકારક બોલર છે.”
ક્રિશ્ચિયન ક્લાર્કનું ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શન અત્યાર સુધી નોંધપાત્ર રહ્યું છે. તેણે કુલ 28 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 34 લિસ્ટ A મેચ રમી છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેના નામે 79 વિકેટ છે, જ્યારે લિસ્ટ A ક્રિકેટમાં તેણે 52 વિકેટ ઝડપી છે. એટલું જ નહીં, લિસ્ટ A ક્રિકેટમાં તેણે સદી પણ ફટકારી છે, જે દર્શાવે છે કે તે બેટ અને બોલ બંનેથી ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદગી ન થવા પર શુભમન ગિલે મૌન તોડ્યું, જુઓ Video
Published On - 9:47 pm, Sat, 10 January 26