IND vs NZ: વિરાટ કોહલીના બેટથી રન ભલે નિકળવા લાગ્યા પરંતુ એક ચિજથી પરેશાની, સુધારશે નહીં તો વધશે મુશ્કેલી

|

Jan 19, 2023 | 11:34 AM

ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે, છેલ્લા છ માસમાં તેણે 4 સદી નોંધાવી છે. શ્રીલંકા સામે તેણે 166 રનની ઈનીંગ રમી હતી, જોકે હૈદરાબાદમાં 8 રન નોંધાવી પરત ફર્યો હતો.

IND vs NZ: વિરાટ કોહલીના બેટથી રન ભલે નિકળવા લાગ્યા પરંતુ એક ચિજથી પરેશાની, સુધારશે નહીં તો વધશે મુશ્કેલી
Virat Kohli Struggle against left arm spinners

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના બેટથી ફરી રનનો ધોધ વહેવા લાગ્યો છે. સદી નિકળવા લાગી છે, અને વર્ષોની જોવાતી રાહ સંતોષાવા લાગી છે. છેલ્લા છ મહિનામાં તેણે 6 સદી નોંધાવી છે. આમ વર્ષોનો દુકાળ ખતમ કર્યો છે. શ્રીલંકા સામેની અણનમ 166 રનની ઈનીંગ જબરદસ્ત હતી. વિરાટ કોહલી તેની રમતને લઈ ચર્ચામાં છે. જે પહેલા સદી નહીં આવી રહ્યાની ચર્ચામાં હતો, હવે રન મશીનના રન પ્રવાહથી ચર્ચામાં છવાયેલો છે. જોકે આમ છતાં એક પરેશાની છે જે કોહલીનો પિછો નથી છોડતી. હવે તેનો ઉકેલ લાવવો જરુરી બની ગયો છે.

વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં હોવા છતાં હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે ઝડપથી પેવેલિયન પરત ફર્યો હતો. તેની સમસ્યા હવે સ્પિનર સામે બનતી જઈ રહી હોય એમ લાગી રહ્યુ છે. એ ચોક્કસ સ્પિન બોલિંગ આક્રમણ સામે વિકેટ ગુમાવી રહ્યો હોવાની પરેશાની લાગી રહી છે.

ફોર્મમાં છતાં આ સમસ્યા છૂટતી નથી

વિરાટ કોહલી એક સમસ્યાથી વર્ષોથી પરેશાન છે. તે રન ખૂબ નિકાળી રહ્યો એમ છતાં ખાસ પ્રકારના બોલરો સામે તે પોતાની વિકેટ ગુમાવી બેસે છે. કોહલી સ્પિન બોલિંગ માત્રથી નહીં પરંતુ, ડાબા હાથના સ્પિનરથી પરેશાન છે. છેલ્લા બાર મહિનાથી તેની આ પરેશાનીમાં વધારો થયો હોય એમ લાગી રહ્યુ છે. છેલ્લા એક વર્ષમાં માત્ર વનડે ક્રિકેટમાં 6 વાર તે ડાબા હાથના સ્પિનર સામે રમતા વિકેટ ગુમાવી છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તે વનડેમાં સૌથી વધારે વાર આ રીતે આઉટ થયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ટેસ્ટ ક્રિકેટમાં જોવામાં આવે તો, છેલ્લા એક વર્ષમાં 5 વખત અને ટી20 ફોર્મેટમાં 3 વાર વિકેટ ગુમાવી બેઠો છે. આમ વિરાટ કોહલી આ સમસ્યાનો કુલ 14 વાર ભોગ બન્યો છે. આમ તેની ઈનીંગનો અંત ઝડપથી આવી જાય છે. હવે આ સમસ્યાથી છૂટકારો જરુરી બની ચુક્યો છે. ખાસ કરીને આંગળીઓથી સ્પિન કરાવતા ડાબોડી સ્પિનરો પર વધારે મુશ્કેલી અનુભવી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તે 14માંથી 13 વાર તે આ પ્રકારના સ્પિનરોનો શિકાર થયો છે. જેમાં તે વ્હાઈટ બોલ ક્રિકેટમાં મહઅંશે કેચ આપી બેસી વિકેટ ગુમાવી દે છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં સુધારો જરુરી

આગામી મહિને ઓસ્ટ્રેલિયાઈ ટીમ ભારત પ્રવાસે આવનાર છે. અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની સિરીઝ રમાનારી છે. આ પહેલા કોહલીએ આ સમસ્યાનો ઉકેલ લાવવો જરુરી છે. કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં આ જ પેટર્નથી શિકાર થવાને જોવામાં આવે તો, તે લેગબિફોર અને બોલ્ડ થઈ વિકેટ ગુમાવી બેઠો છે. ટેસ્ટ ક્રિકેટમાં તે છેલ્લા એક વર્ષમાં 5 વખત ડાબોડી ફિંગર સ્પિનર સામે વિકેટ ગુમાવી છે. જે તમામમાં તે આ જ પ્રકારે આઉટ થયો છે.

જોકે હૈદરાબાદમાં બુધવારે કોહલીએ બેકફુટ પર જઈને ડિફેન્ડ કરવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી હતી. અગાઉ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે ચટગાંવ ટેસ્ટમાં આ જ પ્રકારે લેગબિફોર થયો હતો. જ્યારે ફેબ્રુઆરી 2022માં મોહાલીમાં શ્રીલંકન સ્પિનર સામે આમ જ કરવામાં બોલ્ડ થયો હતો. આમ તેની આ પરેશાની વધારે વધે પહેલા તેનો અંત લાવવો જરુર બન્યો છે. જે ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક રહેશે.

Next Article