IND vs NZ Playing XI: જો પંત રમશે તો સેમસનનું શું થશે, કોને મળશે તક?

|

Nov 24, 2022 | 5:52 PM

India vs New Zealand 1st ODI: ઓકલેન્ડમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે. સવાલ એ છે કે શિખર ધવન કયા 11 ખેલાડીઓને તક આપશે? ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાં તો જીત મેળવી લીધી છે.

IND vs NZ Playing XI: જો પંત રમશે તો સેમસનનું શું થશે, કોને મળશે તક?
Sanju Samson
Image Credit source: Twitter

Follow us on

ટી-20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યા બાદ હવે વનડે સિરીઝનો પડકાર છે. શુક્રવારથી ઓકલેન્ડમાં ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. સિરીઝની શરૂઆત પહેલા સૌથી મોટો સવાલ એ છે કે ભારતની પ્લેઈંગ ઈલેવન શું હશે? સવાલ એ છે કે સંજુ સેમસન અને ઉમરાન મલિક જેવા ખેલાડીઓને ટી-20 સિરીઝમાં તક નથી મળી તો શું વન-ડે સિરીઝમાં તેને તક મળશે? કેપ્ટન હાર્દિક પંડ્યાએ T20 સિરીઝમાં કહ્યું હતું કે સંજુને અમુક કારણોસર તક મળી નથી, શું તે ODI રણનીતિમાં ફિટ થશે?

તમને જણાવી દઈએ કે સંજૂ સેમસન અને ઉમરાન મલિક જેવા ખેલાડીઓ માટે હવે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવી મુશ્કેલ છે કારણ કે, ભારતીય સ્ક્વોડમાં એવું નામ છે જેમને બહાર રાખવું આટલું આસાન નથી.

સેમસન-ઉમરાન મલિકને ત્તક મળવી મુશ્કેલ

સંજુ સેમસન અને ઉમરાન મલિકને તક મળવી મુશ્કેલ છે કારણ કે, ટીમમાં ઋષભ પંત એક વિકેટકીપર છે તો દિપક હુડ્ડા પણ આ ટીમમાં છે, જે એક ઓલરાઉન્ડર છે. ઉમરાન મલિકનું પણ રમવું મુશ્કેલ છે કારણ કે, સ્ક્વોડમાં દીપક ચાહર, શાર્દુલ ઠાકુર જેવા બોલર છે. સાથે એવા પણ સમાચાર છે કે ટી20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર અર્શદીપ સિંહને ડેબ્યુ કરવાની ત્તક મળશે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

પ્લેઈંગ ઈલેવનમાં ટોપ 6 શું હશે?

શિખર ધવન અને શુભમન ગિલ ઓપનર તરીકે ઉતરશે તે નિશ્ચિત છે. શ્રેયસ અય્યરે છેલ્લા ન્યુઝીલેન્ડ પ્રવાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, તેથી તેનું સ્થાન નિશ્ચિત છે. આ સિવાય સૂર્યકુમાર યાદવનું પણ રમવાનું નિશ્ચિત છે. ઋષભ પંત ODI સિરીઝમાં ઉપ-કેપ્ટન છે, તેથી આવી સ્થિતિમાં તેનું રમવુ પાક્કું છે. આ સાથે તે વિકેટકીપિંગ પણ કરશે. હવે છઠ્ઠા નંબરના બેટ્સમેન માટે દીપક હુડા અને સેમસન વચ્ચે જંગ ખેલાશે. હુડ્ડાનો  હાથ ઉપર છે કારણ કે તે યુટિલિટી પ્લેયર છે. તેણે બેટિંગની સાથે બોલિંગમાં પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે.

બોલિંગની જવાબદારી કોને સોંપવામાં આવશે?

બોલિંગની વાત કરીએ તો દીપક ચહર, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ ફાસ્ટ બોલર અને સ્પિન આક્રમણમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનું રમવું લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ઉમરાન મલિક બેન્ચ પર બેઠેલા જોવા મળી શકે છે.

પ્રથમ ODI માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન – શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.

Next Article