IND Vs NZ, 2nd T20I, Live Streaming: લખનૌમાં આજે બીજી ટી20 મેચ, જાણો ક્યાં ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે

|

Jan 29, 2023 | 3:30 PM

IND vs NZ, LIVE Streaming: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. જેની પ્રથમ મેચમાં ભારતનો રાંચીમાં પરાજય થયો હતો. આમ ટીમ ઈન્ડિયા 0-1 થી સિરીઝમાં પાછળ છે.

IND Vs NZ, 2nd T20I, Live Streaming: લખનૌમાં આજે બીજી ટી20 મેચ, જાણો ક્યાં ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે
IND Vs NZ, 2nd T20I, Live Streaming

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે રાંચીમાં રમાઈ હતી. ભારતે ટોસ જીતીને રનચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ, પરંતુ 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓએ અપેક્ષા પ્રમાણે દેખાવ ના કર્યો અને પરીણામે હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને શરુઆત ભારતની ખરાબ રહી હતી. ઈશાન કિશન, શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. હવે સિરીઝની બીજી મેચ લખનૌમાં રવિવારે રમાનારી છે. આ મેચ ભારત માટે કરો યા મરોના જંગની માફક રમવી પડશે.

ટીમ ઈન્ડિયા T20 સિરીઝમાં 0-1 થી પાછળ છે. આવી સ્થિતીમાં સિરીઝમાં ટકી રહેવા માટે આજે લખનૌમાં કોઈ પણ હિસાબે જીત મેળવવી જરુરી બની જશે. આજે હાર સાથે જ ભારતે સિરીઝ ગુમાવી દેવી પડશે. જોકે હાર્દિક અને તેની સેના લખનૌનો જંગ જીતવામાં સફળ રહે છે તો, અમદાવાદમાં બુધવારે રમાનારી સિરીઝની અંતિમ અને ત્રીજી મેચ નિર્ણાયક બની રહેશે. આમ અમદાવાદને એક વધુ રોમાંચક મેચ જોવા મળશે.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20I ક્યારે રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20I મેચ રવિવાર, 29 જાન્યુઆરીએ રમાશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20I મેચ ક્યાં રમાશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20I મેચ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20I મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20I મેચ સાંજે 07:00 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 06:30 વાગ્યે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20I મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

વિવિધ ભાષાઓમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20I મેચ જોઈ શકાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20I મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

સબ્સ્ક્રિપ્શન સાથે Hotstar પર મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ સિવાય tv9gujarati.com પર પણ મેચના અપડેટ્સ સમાચાર વાંચી શકશો.

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર યાદવ. ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર

ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે (વિકેટકીપર), ડેન ક્લેવર, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બેન્જામિન લિસ્ટર, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રિપન હેનરી શિપલી, ઈશ સોઢી અને બ્લેર ટિકનર

 

Published On - 10:34 am, Sun, 29 January 23

Next Article