India Vs New Zealand : વેલિંગ્ટનમાં ભારે વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 રદ્દ

|

Nov 18, 2022 | 4:48 PM

IND Vs NZ, 1st T20I Live Updates : વેલિંગ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ વરસાદના કારણે લગભગ બે કલાકની રાહ જોયા બાદ આ મેચને સત્તાવાર રીતે રદ જાહેર કરવામાં આવી છે.

India Vs New Zealand :  વેલિંગ્ટનમાં ભારે વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 રદ્દ
India vs New Zealand
Image Credit source: Twitter

Follow us on

India vs New Zealand, LIVE Score, T20 Updates: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ટી-20 સિરીઝ શરૂ થવાની હતી પરંતુ તે થઈ શક્યું નહીં. વેલિંગ્ટનમાં સતત વરસાદને કારણે સિરીઝની પ્રથમ મેચ રદ કરવામાં આવી હતી. હવે ચાહકોનું ધ્યાન બાકીની બે મેચો પર રહેશે. બીજી મેચ માઉન્ટ મૌંગાઈમાં અને છેલ્લી મેચ નેપિયરમાં રમાશે, ટી20 વર્લ્ડ કપની નિરાશાને સમાપ્ત કરવાના ઇરાદા સાથે ઉતરશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીજી T20માં આમને-સામને

વેલિંગ્ટનમાં ભારે વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 રદ્દ કરવામાં આવી છે. વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો, તેથી અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ કલાક સુધી વરસાદ બંધ થવાની કોઈ શક્યતા નથી. જો કે, આ નિર્ણય કટ ઓફ સમય પહેલા લેવામાં આવ્યો છે. કટ ઓફ સમય 02:16 IST હતો. તે જ સમયે, સવારે 11.30 વાગ્યે ટોસ થવાની હતી, જે થઈ શકી નહીં. મેચ બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ તે પણ થઈ શક્યું નહીં. હવે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 20 નવેમ્બરે સિરીઝની બીજી T20માં આમને-સામને આવશે. આ મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.

યુવા ખેલાડીઓને તક આપવામાં આવી

રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને આ પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. શુભમન ગિલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલની નજર આ મેચ પર હતી. ગિલ ટી-20 ટીમમાં પદાર્પણની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ વરસાદે તેની રાહ વધુ લંબાવી. કેએલ રાહુલ રોહિતની ગેરહાજરીમાં ગિલને ઓપનિંગ કરતો જોવા માંગતો હતો. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની સીરીઝની બીજી T20 મેચ 20 નવેમ્બરે રમાશે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11

ભારત: ઈશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ,ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચેલ, જિમી નિશમ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉધી, ઈશ સોઢી, એડમ મિલ્ને અને લોકી ફર્ગ્યુસન.

 

Published On - 11:25 am, Fri, 18 November 22

Next Article