IND vs NZ: ભારત અને ન્યુઝલેન્ડ વચ્ચે આજથી વનડે શ્રેણીની શરુઆત, સૂર્યાની થશે એન્ટ્રી! આવી હશે પ્લેઈંગ XI

|

Jan 18, 2023 | 8:57 AM

IND Vs NZ Match Prediction Squads: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સિરીઝની પ્રથમ વનડે હૈદરાબાદમાં રમાનારી છે. સૂર્યકુમાર અને શાર્દુલ ઠાકુરને અંતિમ ઈલેવનમાં તક મળી શકે છે.

IND vs NZ: ભારત અને ન્યુઝલેન્ડ વચ્ચે આજથી વનડે શ્રેણીની શરુઆત, સૂર્યાની થશે એન્ટ્રી! આવી હશે પ્લેઈંગ XI
IND Vs NZ Match Prediction Squads

Follow us on

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બુધવારથી 3 મેચોની વનડે સિરીઝ રમવાની શરુઆત થશે. શ્રીલંકા સામે 3-0 થી સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમમાં ગજબ આત્મવિશ્વાસ છે, હવે કિવી ટીમનો વારો છે. પ્રથમ વનડે મેચ હૈદરાબાદમાં રાજીવ ગાંઘી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાનાર છે. ભારતીય ટીમની હવે આગામી વનડે વિશ્વકપ માટે તૈયારીઓ શરુ થઈ ચુકી છે. આમ હવે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ પણ તૈયારીઓના માટે મહત્વની છે. આમ ફોર્મ રહેલી કિવી ટીમ સામે ભારત ટક્કર લેશે.

અગાઉ શ્રીલંકા સામેની સિરીઝમાં સ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેંચ પર બેસી રહ્યો હતો. કિવી સામેની સિરીઝની શરુઆતની વનડેમાં તેને સ્થાન મળે એવી સંભાવનાઓ વધારે છે. સૂર્યાને સિરીઝની ત્રણેય મેચોમાં મોકો મળી શકે એવી શક્યતાઓ વધારે છે. આ પહેલા શ્રીલંકા સામેની સિરીઝમાં બહાર રાખવા પર ચાહકોની નારાજગી પણ સામે આવી હતી.

અય્યરના સ્થાને મળશે મોકો

ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાંથી ઈજાને લઈ અય્યર બહાર થઈ ચુક્યો છે. તેના સ્થાને રજત પાટીદારને સ્ક્વોડમાં બોલવવામાં આવ્યો છે. જોકે અય્યરના ખાલી સ્થાન પર સૂર્યાના ચાન્સ વધારે છે. સૂર્યા ફુલ ફોર્મમાં છે. તો સ્ફોટક બેટ્સમેન છે. સૂર્યાએ છેલ્લા બે વર્ષમાં ટી20માં ધમાલ મચાવી દીધી છે. જોકે ટી20માં જબરદસ્ત બેટિંગ કરનારા સૂર્યાનો વનડે ક્રિકેટમાં રેકોર્ડ ખાસ નથી. શ્રીલંકા સામેની અંતિમ વનડેમાં તિરુવનંતપુરમમાં મળેલા મોકા દરમિયાન માત્ર 4 રન નોંધાવી શક્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સુર્યાએ અત્યાર સુધીમાં 17 વનડે મેચ રમી છે. જેમાં તેના નામે 388 રન નોંઘાયેલા છે. સુર્યા માટે પોતાનો રેકોર્ડ સુધારવા માટેની આ તક છે. ટી20ની માફક વનડે ફોર્મેટમાં પણ તે પોતાનો રેકોર્ડ સારો બનાવી શકે છે. આ માટે ન્યુઝીલેન્ડ સામે તેણે મોકાનો પૂરો ફાયદો ઉઠાવવો પડશે. શાર્દુલ ઠાકુર પણ ટીમ ઈન્ડિયાની અંતિમ ઈલેવનનો હિસ્સો બની શકે છે. આ માટે રોહિત શર્માએ પહેલાથી જ સંકેત આપી દીધા હતા. આ માટે તેણે આઠમાં ક્રમે તેનો લાભ મળી શકે એમ બતાવ્યુ હતુ.

ભારત અને ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ/ કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક/ શાર્દુલ ઠાકુર.

ન્યુઝીલેન્ડ સંભવિત પ્લેઈંગ ઈલેવન: ટોમ લાથમ (કેપ્ટન), ફિન એલન, ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, હેનરી નિકોલ્સ, મિશેલ સેન્ટનર, ડગ બ્રાસવેલ, લોકી ફર્ગ્યુસન, માઈકલ બ્રાસવેલ, શિપલી, બ્લેર ટિકનર/ડગ બ્રેસવેલ.

 

 

Next Article