
ભારતીય સિનિયર ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની રોમાંચક શ્રેણી રમી રહી છે, જ્યારે યુવા ક્રિકેટરો વચ્ચે પણ મેચો ચાલી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 ટીમો વચ્ચે બે મેચની યુવા ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ડ્રો રહી. હવે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 20 જુલાઈ 2025થી ચેમ્સફોર્ડના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મહત્વપૂર્ણ મેચ માટે ઈંગ્લેન્ડની અંડર-19 ટીમે પોતાની ટીમની જાહેરાત કરી છે.
ભારતની અંડર-19 ટીમ સામેની પહેલી યુવા ટેસ્ટમાં હમઝા શેખ ઈંગ્લેન્ડનો કેપ્ટન હતો. હવે, થોમસ રીવને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ યુવા બેટ્સમેન એડમ થોમસને પહેલીવાર ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે જાણીતા છે. રોકી ફ્લિન્ટોફ, જેક હોમ, એલેક્સ ગ્રીન અને જેમ્સ મિન્ટો જેવા ખેલાડીઓ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.
Surrey batter Adam Thomas earns first England U19s call up!
Thomas joins Surrey Academy all-rounder Ralphie Albert and seam bowler Alex French in the squad for the second Youth Test match at Chelmsford next week.
— Surrey Cricket (@surreycricket) July 18, 2025
બીજી તરફ, ભારતીય અંડર-19 ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડ અંડર-19 સામે યુથ ODI શ્રેણી 3-2થી જીતીને પોતાની તાકાત બતાવી હતી. ત્યારબાદ પ્રથમ ટેસ્ટમાં ડ્રો થયા બાદ, તેઓ હવે બીજી મેચ જીતવા પર નજર રાખી રહ્યા છે. ટીમનું નેતૃત્વ આયુષ મહાત્રે કરી રહ્યો છે, જેના નેતૃત્વમાં ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. તેની સાથે વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા અને અભિજ્ઞાન કુંડુ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, જેમણે પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
થોમસ રીવ (કેપ્ટન), રાલ્ફી આલ્બર્ટ, વિલ બેનિસન, બેન ડોકિન્સ, રોકી ફ્લિન્ટોફ, એલેક્સ ફ્રેન્ચ, એલેક્સ ગ્રીન, જો હોકિન્સ, જેક હોમ, બેન મેયસ, જેમ્સ મિન્ટો, આર્યન સાવંત, જય સિંહ, એડમ થોમસ.
આ પણ વાંચો: IND vs PAK : ભારત-પાકિસ્તાન મેચ પહેલા મોટો હોબાળો, સ્ટાર ખેલાડીઓએ મેચ ન રમવાનો લીધો નિર્ણય