IND Vs ENG T20 Match Report Today: ભારતે રોમાંચક રહેલી અંતિમ મેચ 17 રને ગુમાવી, સૂર્યકુમાર યાદવની તોફાની સદી એળે, ઈંગ્લેન્ડ સામે સિરીઝ 2-1 થી જીતી

|

Jul 10, 2022 | 11:00 PM

ભારતીય ટીમે પ્રથમ ટી20 મેચ સાઉથમ્પ્ટનમાં 50 રન અને બીજી ટી20 મેચ એજબેસ્ટનમાં 49 રને જીતી લીધી હતી, આ સાથે જ ભારતે ત્રણ મેચની સિરીઝને પોતાના નામે કરી લીધી હતી.

IND Vs ENG T20 Match Report Today: ભારતે રોમાંચક રહેલી અંતિમ મેચ 17 રને ગુમાવી, સૂર્યકુમાર યાદવની તોફાની સદી એળે, ઈંગ્લેન્ડ સામે સિરીઝ 2-1 થી જીતી
ભારતે સિરીઝ 2-1 થી જીતી

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ રમાઈ હતી. ભારતીય ટીમે (Indian Cricket Team) સાઉથમ્પ્ટન અને એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ બંને મેચમાં શાનદાર જીત મેળવીને સિરીઝ પોતાને નામ શનિવારે જ કરી લીધી હતી. રવિવારે ભારત માટે આ મેચ ઔપચારીક બની રહી હતી, પરંતુ ક્લીન સ્વીપ કરાવાનો ઈરાદો હતો. તો બીજી તરફ ઈંગ્લેન્ડ માટે ઘર આંગણે ક્લીન સ્વીપથી બચાવ કરવા પુરી તાકાત લગાવવી જરુરી બની ગઈ હતી. આ માટે ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા ડેવિડ મલાન અને લિયામ લિવિંગસ્ટોનની તોફાની રમત વડે 215 રનનો સ્કોર ભારત સામે ખડક્યો હતો. જવાબમાં સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) શાનદાર તોફાની સદી નોંધાવી હતી. સૂર્યાની રમતે મેચને રોમાંચક બનાવી દીધી હતી. ભારત માટે જીત માત્ર 17 રન દૂર રહી ગઈ હતી. ભારતે જવાબમાં 9 વિકેટે 198 રન નોંધાવ્યા હતા.

ભારતીય ટીમ રન ચેઝ કરવા માટે મેદાનમાં ઉતરતા શરુઆત ખરાબ રહી હતી. ઋષભ પંતના રુપમાં ભારતે બીજી ઓવરના પ્રથમ બોલે જ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી મેદાને આવ્યો હતો. તેણે ઉપરા છાપરી શોટ કાંડાની કરામતના રુપમાં ફટકારીને ચાહકોને ખુશ કરી દીધા હતા. તેણે પહેલા ચોગ્ગો અને બાદમાં છગ્ગો ફટકાર્યો હતો. પરંતુ આગળના બોલે જ તે કેચ આપી બેઠો હતો. આમ ત્રણ બોલામાં ખુશી, વધારે ખુશી અને ગમનો ખેલ થઈ ગયો હતો. ભારતીય ચાહકો માટે આ બે ઝટકા બાદ રોહિતના શર્માના રુપમાં ભારતે વધુ એક મહત્વની વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 11 રન નોંઘાવીને પરત ફર્યો હતો.

સૂર્યકુમારે તોફાન સર્જ્યુ, મેચ રોમાંચક બનાવી દીધી

ટોપ થ્રી વિકેટ ઝડપથી ગુમાવી દીધા બાદ સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્ચરે મહત્વની ભાગીદારી રમત દર્શાવી હતી. બંનેએ તોફાની રમત રમી દર્શાવી હતી. સૂર્યા અને અય્યરે એક બાદ એક ચોગ્ગા અને છગ્ગા જમાવી દઈને ઈંગ્લીશ બોલરોને પરેશાન કરી દીધા હતા. આ સાથે જ મુશ્કેલ સ્થિતીમાંથી ભારતને ઉગારી મજબૂત પિછો લક્ષ્યનો શરુ કર્યો હતો. બંનેની રમતને લઈ મેચ રોમાંચક બની ગઈ હતી. અય્યરે 23 બોલમાં 28 રન નોંધાવીને જબરદસ્ત સાથ સૂર્યાને પૂરાવ્યો હતો. આ ભાગીદારી એ 31 રનના સ્કોરથી શરુ કરેલી સફર 150 રનના સ્કોર પર સમાપ્ત થઈ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સૂર્યાએ 55 બોલમાં 117 રનની ઈનીંગ રમી હતી. તેની ઈનીંગ જબરદસ્ત રહી હતી અને એ મેચનો હિરો રહ્યો હતો. તેણે 6 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લીશ બોલરોને તેણે નાકે દમ લાવી દીધો હતો. રવિન્દ્ર જાડેજા 7 રન, દિનેશ કાર્તિક 6 રન, હર્ષલ પટેલ 5 રન અને રવિ બિશ્નોઈ 2 રન નોંઘાવી પરત ફર્યા હતા. રીસ ટોપ્લીએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ડેવિડ વિલી અને ક્રિસ જોર્ડને બે બે વિકેટ ઝડપી હતી.

Published On - 10:45 pm, Sun, 10 July 22

Next Article