IND vs BAN: ઋષભ પંતે સૌથી છગ્ગા ફટકારવાને લઈ નોંધાવ્યો ખાસ રેકોર્ડ, રોહિત શર્માથી રહી ગયો પાછળ

|

Dec 14, 2022 | 4:16 PM

ભારતીય ટીમે ઝડપથી ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઋષભ પંતે ચેતેશ્વર પુજારાને સાથ પુરાવતી મહત્વની ઈનીંગ રમી હતી.

IND vs BAN: ઋષભ પંતે સૌથી છગ્ગા ફટકારવાને લઈ નોંધાવ્યો ખાસ રેકોર્ડ, રોહિત શર્માથી રહી ગયો પાછળ
Rishabh Pant એ મહત્વની ઈનીંગ રમી હતી

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરુઆત થઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ ચટગાંવમાં રમાઈ રહી છે, પ્રથમ દિવસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતની સ્થિતી મુશ્કેલ બની હતી. પરંતુ ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે સ્થિતી સંભાળી ભારતીય ટીમને મજબૂત સ્કોર ખડકવા તરફ આગળ લઈ જવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઋષભ પંત અડધી સદી ચુકી ગયો હતો, પરંતુ તેણે એક ખાસ સિદ્ધી હાંસલ કરી હતી. આ સિદ્ધી ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા જમાવવાને લઈ મેળવી છે.

જ્યારે પંત ક્રિઝ પર પાંચમાં ક્રમે આવ્યો ત્યારે ભારતે ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ઓપનર શુભમન ગિલ અને સુકાની કેએલ રાહુલ બંને 45 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ચુક્યા હતા. ત્રીજા ક્રમે આવેલ વિરાટ કોહલી પણ માત્ર 1 રન જ નોંધાવી તૈજુલ ઈસ્લામનો શિકાર થયો હતો. આમ ભારતીય ટીમની શરુઆત મુશ્કેલ બની હતી, ત્યારે ઋષભ પંતે 45 બોલમાં 46 રનની ઈનીંગ રમી હતી. જે ભારત માટે મહત્વની હતી. પુજારા અને પંતની ભાગીદારીએ ભારતીય ટીમ પરની આફતને એક રીતે ટાળી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં ઝડપી 50 છગ્ગા નોંધાવ્યા

રવિન્દ્ર જાડેજાને પાછળ છોડતા પંતે ભારતીય ક્રિકેટરો તરફથી ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા ફટકારવાના મામલે પોતાના નામે સિદ્ધી હાંસલ કરી છે. જોકે આ મામલામાં તે રોહિત શર્માના રેકોર્ડને પહોંચી શક્યો નથી. પંતે 54 ઈનીંગમાં 50 છગ્ગા નોંધાવ્યા છે. આ પહેલા રવિન્દ્ર જાડેજાએ 71 ટેસ્ટ ઈનીંગમાં 50 છગ્ગા નોંઘાવ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હિટમેન રોહિત શર્માએ 51 ઈનીંગમાં જ 50 ટેસ્ટ છગ્ગા નોંધાવીને આ યાદીમાં પોતાનુ નામ પહેલાથી જ ટોપ પર બનાવી રાખ્યુ છે. મહેન્દ્રસિંહ ધોની પોતાના પ્રથમ 50 છગ્ગા પુરા કરવા માટે 92 ટેસ્ટ ઈનીંગ રમી હતી. તો તોફાની અંદાજની રમત માટે જાણિતા વિરેન્દ્ર સહેવાગને પણ 92 ટેસ્ટ ઈનીંગનો સમય લાગ્યો હતો. વિશ્વમાં સૌથી ઝડપી પ્રથમ 50 છગ્ગા શાહિદ આફ્રિદીના નામે છે. તેણે 46 ઈનીંગમાં આ કમાલ કર્યો છે. સૌથી વધુ છગ્ગા ભારત તરફથી વિરેન્દ્ર સહેવાગના નામે છે, જેણે 91 છગ્ગા નોંધાવ્યા છે.

પંતની ટેસ્ટ કરિયર

ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતનુ પ્રદર્શન સારુ રહ્યુ છે. તેણે અત્યાર સુધીમાં 32 ટેસ્ટ મેચમાં 54 ઈનીંગ રમી છે. આ દરમિયાન તેણે 2169 રન નોંધાવ્યા છે. તેમજ તેની સરેરાશ 43.38ની રહી છે અને સ્ટ્રાઈક રેટ 73 ની આસપાસ રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં પંતના નામે 5 સદી અને 10 અડધી સદી નોંધાયેલી છે. ચટગાંવમાં પણ તે અડધી સદીની નજીક પહોંચીને પેવેલિયન પરત ફર્યો હતો.

 

 

Published On - 3:48 pm, Wed, 14 December 22

Next Article