IND vs BAN Match Report: ભારતનો 5 રને રોમાંચક વિજય, અર્શદીપ અને હાર્દિકની જબરદસ્ત બોલીંગ

|

Nov 02, 2022 | 6:09 PM

India vs Bangladesh Match Report: ભારત હવે આ જીત સાથે જ પોઈન્ટ ટેબલમાં પોતાના ગૃપમાં નંબર વન ના સ્થાન પર પહોંચી ચૂક્યુ છે, ભારતે અંતિમ ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો હતો.

IND vs BAN Match Report: ભારતનો 5 રને રોમાંચક વિજય, અર્શદીપ અને હાર્દિકની જબરદસ્ત બોલીંગ
Team India એ શાનદાર પળોમાં મેચ જીતી

Follow us on

વરસાદના ખલેલ સાથે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે એડિલેડમાં શાનદાર ટક્કર જામી હતી. રનચેઝ કરવા માટે બાંગ્લાદેશે સારી શરુઆત કરી હતી. બાંગ્લાદેશના ઓપનર લિટન દાસે જબરદસ્ત ઈનીંગ રમીને ભારતીય ટીમને પરેશાન કરી દીધુ હતુ. પાવરપ્લેમાં 60 રન બાંગ્લાદેશે નોંધાવ્યા હતા, જેમાંથી 56 રન લિટન દાસના બેટથી આવ્યા હતા. વરસાદના વિક્ષેપને લઈ મેચની 4 ઓવર ઘટાડી દેવામાં આવી હતી. આમ ટાર્ગેટ પણ ઓછુ કરી દેવામાં આવ્યુ હતુ. એટલે કે 16 ઓવરમાં 151 રનનુ ટાર્ગેટ નક્કિ કરવામાં આવ્યુ હતુ. મેચ અંત સુધી રોમાંચક રહી હતી.

ટોસ જીતીને બાંગ્લાદેશે પ્રથમ ભારતને બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમે વિરાટ કોહલી અને કેએલ રાહુલની શાનદાર અડધી સદી વડે 184 રનનો સ્કાર 6 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશે રનચેઝ કરવા મેદાને આવતા જ આક્રમક અંદાજ સાથે ઓપનર લિટન દાસે શરુઆત કરી હતી.

દાસની તોફાની ઈનીંગ

ભારતીય બોલરો માટે શરુઆતને નિયંત્રણ કરવી મુશ્કેલ બની ગઈ હતી. ભારતીય બોલરોના પ્રયાસો સામે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસે તોફાન મચાવવુ શરુ કર્યુ હતુ. તેણે ચારેકોર બાઉન્ડરી ફટકારવી શરુ કરી હતી. દાસે 27 બોલનો સામનો કરીને 60 રન નોંધાવ્યા હતા. જેમાં 3 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. આમ તેણે આક્રમક અંદાજ સાથે ભારત સામે મજબૂત પાયો ખડક્યો હતો. જોકે વરસાદને લઈ મેચ રોકાયા બાદ ફરીથી શરુ થતા જ કેએલ રાહુલે જબરદસ્ત સફળતા ભારતને અપાવી હતી. લિટન દાસની ઈનીંગને શાનદાર થ્રો વડે રન આઉટ કરીને અટકાવી દીધી હતી.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

અર્શદીપ અને હાર્દિક પંડ્યાએ પલટી બાજી

નઝમૂલ હોસૈન શાંતોને શમીએ શિકાર બનાવ્યો હતો. શમીએ તેની ઓવરના પહેલા જ બોલ પર શાંતોને વિરાટ કોહલીના હાથે કેચ કરાવીને બાંગ્લાદેશની ટીમને બીજો ઝટકો આપ્યો હતો. શાંતોએ 25 બોલમાં 21 રન નોંધાવ્યા હતા, તેણે 1 છગ્ગા અને 1 ચોગ્ગા વડે આ રન નોંધાવ્યા હતા. અફીફ હોસૈનને અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો. અર્શદીપ સિંહે તેના બીજા સ્પેલની શરુઆત કરવાના પ્રથમ બોલ પર જ અફિફને સૂર્યાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. આમ માત્ર 3 રન નોંધાવી તે પરત ફર્યો હતો.

હાર્દિકે યાસિરને આઉટ કર્યો હતો. તે 1 જ રન નોંધાવી પરત ફર્યો હતો. મોસાદ્દીક હુસેન પણ 6 રન નોંધાવીને આઉટ થયો હતો. તેને હાર્દિક પંડ્યાએ ક્લીન બોલ્ડ કરી દીધો હતો. હાર્દિકે પણ અર્શદીપ બાદ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.

Published On - 5:49 pm, Wed, 2 November 22

Next Article