London : લંડનના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ તેના બીજી ઈનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 123 રન બનાવી દીધા છે. અત્યારે કેમેરોન ગ્રીન સાત અને માર્નસ લાબુશેન 41 રન બનાવીને અણનમ છે.
ભારતીય ટીમ હવે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને વહેલી તકે સમેટી લેવાનો પ્રયાસ કરશે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં 173 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં 123 રન ઉમેરીને ઓસ્ટ્રેલિયન ટીમની કુલ લીડ અત્યાર સુધીમાં 296 રન થઈ ગઈ છે.
આ પણ વાંચો : Intercontinental Cup 2023: ભારતીય ફૂટબોલ ટીમની શાનદાર શરુઆત, મંગોલિયા સામે 2-0થી મેળવી ધમાકેદાર જીત
બીજી ઇનિંગમાં ઉસ્માન ખ્વાજા 13 રન, ડેવિડ વોર્નર એક રન, સ્ટીવ સ્મિથ 34 રન અને ટ્રેવિસ હેડ 18 રન બનાવીને આઉટ થયા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી હતી. તે જ સમયે, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને એક-એક વિકેટ મળી હતી. જાડેજાએ પાછલી ઇનિંગ્સના બંને સદી કરનાર સ્મિથ અને હેડને પેવેલિયન મોકલી દીધા હતા.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની અંતિમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 296 રન બનાવ્યા હતા. પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : ઓવલમાં Shardul Thakurની હેટ્રિક, WTC Finalમાં ભારતીય ટીમનો બન્યો તારણહાર
Published On - 11:14 pm, Fri, 9 June 23