IND Vs AUS: કેએલ રાહુલે ગાબામાં મચાવ્યુ તોફાન, છગ્ગા અને ચોગ્ગાનો કરી દીધો વરસાદ, નોંધાવી અડધી સદી

|

Oct 17, 2022 | 10:59 AM

ICC T20 World Cup Warm Up India vs Australia: કેએલ રાહુલે તોફાની અડધી સદી ફટકારી, શાનદાર ઇનિંગ રમી ભારતીય ટીમને સારી શરુઆત કરાવી હતી.

IND Vs AUS: કેએલ રાહુલે ગાબામાં મચાવ્યુ તોફાન, છગ્ગા અને ચોગ્ગાનો કરી દીધો વરસાદ, નોંધાવી અડધી સદી
KL Rahul એ તોફાની અડધી સદી નોંધાવી

Follow us on

ICC T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં કેએલ રાહુલે (KL Rahul) તોફાની બેટિંગ બતાવી હતી. કેએલ રાહુલે માત્ર 27 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. રાહુલે ઇનિંગની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયન બોલરો પર હુમલો કર્યો અને 6 ફોર અને 3 સિક્સરની મદદથી ફિફ્ટી ફટકારી. તમને જણાવી દઈએ કે જ્યારે રાહુલે અડધી સદી ફટકારી હતી, ત્યાં સુધી કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) માત્ર 1 રન બનાવી શક્યો હતો. રાહુલે પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોનિસન માંથી કોઈને પણ છોડ્યો ન હતો અને પાવરપ્લેમાં ભારતે 69 રન બનાવ્યા હતા.

જોકે, કેએલ રાહુલની ઈનિંગ 8મી ઓવરમાં પૂરી થઈ ગઈ હતી. રાહુલે 33 બોલનો સામનો કરીને 57 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન રાહુલે 3 છગ્ગા જમાવ્યા હતા. રાહુલ પ્રથમ વિકેટના રુપમાં પરત ફર્યો હતો, પરંતુ સારી શરુઆત કરાવવાની જવાબદારી એ પહેલા તે નિભાવી ચૂક્યો હતો. તેણે મોટો શોટ રમવા જતા મેક્સવેલને વિકેટ આપી. રાહુલે 172થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો. રોહિત શર્મા વોર્મઅપ મેચમાં ખાસ રમત દર્શાવી શક્યો નહોતો અને ઝડપથી પેવેલિયન પરત ફર્યો હતો. તેણે માત્ર 15 રન 14 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.

 

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

વોર્મ-અપ મેચમાં ભારત-ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન

તમને જણાવી દઈએ કે વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત સામે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાંથી 4 મોટા ખેલાડીઓને બહાર રાખ્યા હતા, જ્યારે ટીમ ઈન્ડિયાએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. દીપક હુડા, ઋષભ પંત, મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલ ભારતની મુખ્ય પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી પરંતુ આ ખેલાડીઓને બેટિંગ અને બોલિંગ કરવાની તક આપવામાં આવશે. તે જ સમયે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ, જોશ હેઝલવુડ અને એડમ ઝમ્પાને આરામ આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ ઈલેવન: એરોન ફિન્ચ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, જોશ ઈંગ્લિસ, પેટ કમિન્સ, એશ્ટન અગર, મિશેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, ઋષભ પંત, દીપક હુડા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, આર અશ્વિન, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ.

Published On - 10:55 am, Mon, 17 October 22

Next Article