IND vs AUS: હાર્દિક પંડ્યાએ મોહાલીમાં તોફાન સર્જ્યુ, 25 બોલમાં અડધી સદી, છગ્ગાની હેટ્રીક જમાવી

|

Sep 20, 2022 | 10:00 PM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ઓસ્ટ્રેલિયા સામે અડધી સદી ફટકારી હતી, જે T20 ઈન્ટરનેશનલમાં તેની બીજી અડધી સદી છે. તેની પ્રથમ ફિફ્ટી બે મહિના પહેલા ઈંગ્લેન્ડ સામે આવી હતી.

IND vs AUS: હાર્દિક પંડ્યાએ મોહાલીમાં તોફાન સર્જ્યુ, 25 બોલમાં અડધી સદી, છગ્ગાની હેટ્રીક જમાવી
Hardik Pandya એ તોફાની રમત રમી હતી

Follow us on

ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભારતીય ટીમ માટે જો કોઈ સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે, તો તે છે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya). અનુભવી ઓલરાઉન્ડરે છેલ્લા કેટલાક મહિનામાં તેની ખોવાયેલી ફિટનેસ અને ફોર્મ પાછું મેળવ્યું છે અને તે તેના પ્રદર્શનમાં પ્રતિબિંબિત થયું છે. એશિયા કપમાં તે સંપૂર્ણપણે પોતાના રંગમાં નહોતો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હાર્દિકે તોફાની બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયા (Team India) ને 200 રનથી આગળ લઈ ગઈ.

મોહાલીમાં T20 સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યા ન હતા, બંને સ્ટાર ખેલાડીઓ ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. પાવર પ્લેમાં બંનેએ વિકેટ ગુમાવી હતી. પરંતુ ત્યાર બાદ કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે શાનદાર ઈનિંગ્સ રમી અને ટીમ ઈન્ડિયા માટે મોટા સ્કોર માટે સારો પાયો તૈયાર કર્યો હતો. આ ફાઉન્ડેશનનો લાભ ઉઠાવવાની માત્ર જરૂર હતી અને હાર્દિકે તેની પ્રતિષ્ઠા અને ભારતની અપેક્ષાઓ અનુસાર સફળતાપૂર્વક તેનું કામ કર્યું.

હાર્દિકે કાંગારુ બોલરોની કરી જબરદસ્ત ધુલાઈ

12મી ઓવરમાં રાહુલના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા હાર્દિકે સમય લીધા વિના પોતાનું બેટ ચલાવવાનું શરૂ કર્યું હતું. ક્રિઝ પર આવતા જ બેટ વડે રન નિકાળવાનુ શરુ કરી દીધુ હતુ. સૂર્યકુમાર, અક્ષર પટેલ અને દિનેશ કાર્તિક આ દરમિયાન ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ તેની હાર્દિક પર કોઈ અસર થઈ નહીં અને એક છેડેથી તેણે પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

હાર્દિકની T20 ઈન્ટરનેશનલ કરિયરની આ માત્ર બીજી અડધી સદી છે. તેની પ્રથમ ફિફ્ટી આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામે આવી હતી. આ સાથે હાર્દિકે તેની કારકિર્દીનો સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો હતો.

છગ્ગાની હેટ્રિક સાથે ઈનીંગ સમાપ્ત

ભારતીય સ્ટારે અંતિમ ઓવરમાં વધુ આક્રમક અંદાજ બતાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયમ પેસર કેમેરોન ગ્રીનએ જુદી જુદી યુક્તિઓ અપનાવી અને પ્રથમ ત્રણ બોલમાં હાર્દિકને શાંત રાખ્યો, પરંતુ અંતિમ 3 બોલમાં હાર્દિકે જબરદસ્ત અંદાજ બતાવતા ઈનીંગનો અંત કર્યો હતો. તેણે મિડવીકેટ, લોંગ ઓફ ડીપ બેકવર્ડ પોઈન્ટ પર સળંગ છગ્ગા જમાવ્યા હતા. હાર્દિકે તેની ઇનિંગ્સમાં 58 રન ચોગ્ગા અને છગ્ગા (7 ચોગ્ગા, 5 છગ્ગા) વડે માત્ર 12 બોલમાં મેળવ્યા હતા. હાર્દિકે માત્ર 30 બોલમાં અણનમ 71 રન બનાવ્યા અને ભારતને 6 વિકેટ માટે 208 ના સ્કોર પર પહોંચાડ્યુ હતુ.

 

 

Published On - 9:54 pm, Tue, 20 September 22

Next Article