મેચ રિપોર્ટ: પાંચમી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ સીરિઝ 4-1થી જીતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લુરૂમાં પાંચ મેચનીT20 સીરિઝની અંતિમ મેચ રમાઈ હતી, જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવી સીરિઝ 4-1થી જીતી હતી. ભારતના બોલરોએ દબાણમાં ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને અંતે મેચ જીતી લીધી હતી. મુકેશ કુમાર, અર્શદિપ, રવિ, આવેશ અને અક્ષર પટેલે ભારતે જીત અપાવી હતી. 

મેચ રિપોર્ટ: પાંચમી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ સીરિઝ 4-1થી જીતી
india vs australia
Follow Us:
| Updated on: Dec 03, 2023 | 11:09 PM

વર્લ્ડ કપ બાદ પહેલી સીરિઝ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થઈ હતી. આ પાંચ મેચની T20 સીરિઝમમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1 થી હરાવ્યું હતું અને વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. આ સીરિઝમાં ભારતના રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર અને અક્ષર પટેલે ખૂબ જ પ્રભાવિત કર્યા હતા.

મજબૂત બોલિંગના આધારે ભારતે જીતી મેચ

ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ અને બીજી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચમાં પુનરાગમન કર્યું હતું. ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ સ્પિનરોના આધારે શ્રેણી જીતી હતી. બોલરોએ પોતાની તાકાત બતાવી હતી અને તેમના દમ પર જ ભારતે આ સીરિઝ પર કબજો કર્યો હતો.

Ajwain seeds health benefits : અજમો ખાવાના ફાયદા અનેક, જાણો તેના સ્વાસ્થ્ય લાભો, ઉપયોગ અને પોષક મૂલ્ય
આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!

ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણી 4-1થી જીતી

યુવા ખેલાડીઓના જોશથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝની શરૂઆત જે રીતે દમદાર જીતથી કરી હતી તેવી જ રીતે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની પાંચમી અને છેલ્લી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર પોતાના બોલરોના દમ પર નાના સ્કોરનો બચાવ કર્યો અને ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની શ્રેણી 4-1થી જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત કેપ્ટનશીપ કરતા સીરિઝ જીતી હતી.

ઓછા સ્કોર સાથેની રોમાંચક મેચ જોવા મળી

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રવિવારે 3જી ડિસેમ્બરે યોજાયેલી મેચમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઘણા રન થશે, જેમ કે આ મેદાન પર હંમેશા એવું રહ્યું છે. જો કે, ચિન્નાસ્વામીની પીચે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને ઓછા સ્કોર સાથેની રોમાંચક મેચ જોવા મળી હતી. સતત ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સતત બીજી મેચમાં તેના બેટ્સમેનોએ બોલરોની મહેનતને બગાડી નાખી હતી.

રવિ બિશ્નોઈ પ્લેયર ઓફ ધ સીરિઝ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝમાં ભારતના સ્પિનર રવિ બિશ્નોઈને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. રવિએ સીરિઝમાં 9 વિકેટ ઝડપી હતી, જ્યારે અક્ષર પેટેલે અંતિમ મેચમાં 31 રન ફટકારવાની સાથે 4 ઓવરમાં માત્ર 14 રન આપી એક વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીતનો હીરો છે આ ગુજ્જુ પ્લેયર, જુઓ ફોટો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
GILમાં ફરજ બજાવનાર તત્કાલીન એકજીક્યુટિવ રુચિ ભાવસારની અટકાયત
સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ
સિદ્ધપુર GIDCમાંથી 4 મહિના પહેલા લીધેલા ઘીના નમૂના ફેઈલ
અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ
અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેની પત્ની સ્નેહાના આંખોમાંથી છલક્યા આંસુ
g clip-path="url(#clip0_868_265)">