ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાય રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી. બેટિંગમાં ઓસ્ટ્રેલિયાની શરુઆત શાનદાર રહી હતી. તો બીજી બાજું ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ દરમિયાન કેપ્ટન રોહિત શર્માના સાથી ખેલાડી યશસ્વી જ્યસ્વાલ પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રોહિત શર્માનો અવાજ સ્ટંમ્પમાં કેદ થયો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન બેટિંગ કરી રહ્યા હતા. તો રોહિત શર્માએ સ્ટંમ્પથી થોડે દુર યશસ્વી જ્યસ્વાલને ફીલ્ડિંગમાં ઉભો રાખ્યો હતો. ત્યારબાદ જયસ્વાલ તેની પાસે બોલ આવતા પહેલા કુદતો જોવા મળ્યો હતો. જેને લઈ રોહિત શર્મા ગુસ્સે થયો હતો. રોહિત શર્માએ જ્યસ્વાલને કહ્યું કે, અરે જસ્સુ તુ ગલી ક્રિકેટ રમી રહ્યો છે શું. જ્યાં સુધી બેટ્સમેન રમે નહિ ત્યાં સુધી ઉભો ન થતો. રોહિતનો આ અવાજ સ્ટંમ્પ માઈકમાં કેદ થયો છે.
Siraj’s trick Bumrah’s magic
Will it bring more good luck to #TeamIndia? #AUSvINDOnStar 4th Test, Day 1 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/s1ROwb7Q6O
— Star Sports (@StarSportsIndia) December 26, 2024
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયા તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. પહેલી ઈનિગ્સમાં બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાના 4 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. જેમાં સેમ કોસ્ટાસ, ઉસ્માન ખ્વાજા,માર્નસ લાબુશેન અને સ્ટિવ સ્મિથ સામેલ છે. સેમ 60 રન , ખ્વાજા 57 અને લાબુશેન 72 રન બનાવી આઉટ થયો હતો.
મેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 86 ઓવર બાદ 6 વિકેટે 311 રન છે. સ્ટીવ સ્મિથ 68 રન અને પેટ કમિન્સ 8 રન પર રમી રહ્યો છે. ટીમ તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ 72 રન બનાવ્યા હતા. સેમ કોન્સ્ટાસે 60 રન જ્યારે ઉસ્માન ખ્વાજાએ 57 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.
ભારતને મેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ સફળતા સેમ કોન્સ્ટન્સના રૂપમાં મળી હતી, જેની વિકેટ રવિન્દ્ર જાડેજાએ પોતાની 350મી મેચ રમીને લીધી હતી. જાડેજાનો શિકાર બનતા પહેલા કોન્સ્ટન્સ બુમરાહ અને સિરાજ સામે તેના શોટ સરળતાથી રમી રહ્યો હતો.