India vs Australia 3rd T20 Playing 11: ભારતે જીત્યો ટોસ, ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટીંગ કરશે, ઋષભ પંત બહાર, ભૂવનેશ્વર પરત ફર્યો

|

Sep 25, 2022 | 6:49 PM

IND Vs AUS Todays Match Prediction Squads: ભારત અને ઓસ્ટ્રેલિયાની 3 મેચોની શ્રેણીની અંતિમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. સિરીઝ 1-1 થી બરાબરી છે, આમ આજે નિર્ણાયક મેચ રમાઈ રહી છે.

India vs Australia 3rd T20 Playing 11: ભારતે જીત્યો ટોસ, ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટીંગ કરશે, ઋષભ પંત બહાર, ભૂવનેશ્વર પરત ફર્યો
Rohit Sharma એ ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણી નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. વિશ્વની નંબર વન રેન્કિંગ ટીમ ઈન્ડિયા અને વર્લ્ડ T20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે 1-1ની બરાબરીનો નિર્ણય આજે એટલે કે 25 સપ્ટેમ્બર રવિવારના રોજ થવા જઈ રહ્યો છે. સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને અપેક્ષા મુજબ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ઋષભ પંત (Rishabh Pant) ના સ્થાને ભૂવનેશ્વર કુમારનો સમાવેશ કરવામા આવ્યો છે.

ઋષભ પંત ના સ્થાને ભૂવી

જેમ સમજી શકાય એવુ જ હતું કે, ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે માત્ર એક ફેરફાર કર્યો છે. છેલ્લી મેચમાં બહાર બેઠેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે વાપસી કરી છે. તેને ઋષભ પંતની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે, જેને છેલ્લી મેચમાં જ જગ્યા મળી હતી, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાએ એક ફેરફાર કરતા બેટ્સમેન જોશ ઈંગ્લિસને પણ પરત બોલાવ્યો છે અને શોન એબોટે તેના માટે જગ્યા ખાલી કરવી પડી છે.

પ્રથમ વખત શ્રેણી જોખમમાં મુકાઈ

રોહિત શર્માના ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ આ પ્રથમ વખત છે, જ્યારે ભારતીય ટીમ ટી-20 સિરીઝમાં બરાબરી પર હોય અને સિરીઝ જીતવા માટે તેમને છેલ્લી મેચ સુધી લડવું પડે. શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ તેને 4 વિકેટે જીતી હતી. ત્યારબાદ નાગપુરમાં માત્ર 8-8 ઓવરની મેચમાં ટીમ ઈન્ડિયાએ કમબેક કર્યું અને 6 વિકેટે જીત મેળવી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

IND vs AUS ત્રીજી T2o: પ્લેઇંગ XI

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), કેમરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, જોશ ઈંગ્લિસ, મેથ્યુ વેડ (વિકેટકીપર), ડેનિયલ સેમ્સ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા.

Published On - 6:45 pm, Sun, 25 September 22

Next Article