India Vs Afghanistan Playing XI: અફઘાનિસ્તાને જીત્યો ટોસ, ભારતની પ્રથમ બેટીંગ રોહિત શર્મા ને બદલે કેએલ રાહુલ સંભાળશે સુકાન

|

Sep 08, 2022 | 7:22 PM

IND Vs AFG Asia Cup T20 Playing 11: ભારત અને અફઘાનિસ્તાન બંને ટીમો માટે ટૂર્નામેન્ટના પરિણામ પ્રમાણે આ મેચ મહત્વની નથી, પરંતુ બંને સતત બે મેચ હારી છે અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

India Vs Afghanistan Playing XI: અફઘાનિસ્તાને જીત્યો ટોસ, ભારતની પ્રથમ બેટીંગ રોહિત શર્મા ને બદલે કેએલ રાહુલ સંભાળશે સુકાન
KL Rahul સંભાળશે સુકાન

Follow us on

ખિતાબની રેસમાંથી બહાર થઈ ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે હવે એશિયા કપમાં માત્ર વિશ્વસનીયતાનો સવાલ છે. બે વખતની ચેમ્પિયન ભારતીય ટીમ આ વખતે પોતાનું ટાઈટલ બચાવવાનું ચૂકી ગઈ અને હવે તેણે પોતાની છેલ્લી મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાની સામે અફઘાનિસ્તાન (India Vs Afghanistan) નો પડકાર છે, જેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું અને ખૂબ જ નજીક આવીને ફાઈનલ રેસમાંથી બહાર થઈ ગઈ. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબી (Mohammad Nabi) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

આ મેચમાં પ્લેઈંગ ઈલેવન તરફથી સૌથી મોટા સમાચાર ભારતીય કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરી છે. રોહિતની જગ્યાએ વાઈસ કેપ્ટન કેએલ રાહુલ ટીમનુ સુકાન સંભાળી રહ્યો છે. રાહુલે કહ્યું કે રોહિતને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે મેચમાં બહુ ફરક પડતો નથી અને આવી સ્થિતિમાં ખેલાડીઓને આગામી શ્રેણી અને વર્લ્ડ કપ માટે ફ્રેશ રાખવા માટે આમ કરવામાં આવ્યું છે.

IND vs AFG: આજની પ્લેઇંગ XI

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અફઘાનિસ્તાન: મોહમ્મદ નબી (કેપ્ટન), હઝરતુલ્લા જાઝાઈ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉરરહમાન, ફરીદ અહેમદ, ફઝલહક ફારૂકી.

Published On - 7:12 pm, Thu, 8 September 22

Next Article