IND vs AFG: અફઘાનિસ્તાન પર ભારતની એકતરફી જીતના કારણો શું હતા, જાણો

|

Sep 09, 2022 | 9:44 AM

ભારત અને અફઘાનિસ્તાનની ટીમો પહેલાથી જ એશિયા કપ-2022ની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જોરદાર રમત બતાવી અને શાનદાર જીત મેળવી.

IND vs AFG: અફઘાનિસ્તાન પર ભારતની એકતરફી જીતના કારણો શું હતા, જાણો
અફઘાનિસ્તાન પર ભારતની એકતરફી જીતના કારણો શું હતા, જાણો
Image Credit source: AFP Photo

Follow us on

IND vs AFG: એશિયા કપ 2022 (Asia Cup 2022)માં જીતની પ્રબળ દાવેદારના રુપમાં ઉતરેલી ભારતીય ટીમનું પ્રદર્શન આ ટૂર્નામેન્ટમાં ખરાબ થઈ રહ્યું છે જેથી તે ફાઈનલમાં પહોંચી શકી નથી પરંતુ તેની આ ટૂર્નામેન્ટનો અંત જીત સાથે જરુર કર્યો છે. ભારતીય ટીમે (Indian team)ગુરુવારના રોજ અફધાનિસ્તાનને 101 રનના વિશાળ સ્કોરના અંતરથી માત આપી હતી. એશિયા કપમાંથી જીત સાથે વિદાય લીધી હતી. કોઈને આશા ન હતી કે, ભારત આ વખતે ફાઈનલમાં પહોંચી શકશે નહિ પરંતુ પાકિસ્તાન અને શ્રીલંકાએ ભારતને માત આપી અને બંન્નેએ ભારતીય ટીમ (Indian CricketTeam)ને રેસમાંથી બહાર કરી નાંખી હતી.

  1. ત્યારબાદ ટીમ ઈન્ડિયા બીજી ટીમ પર નિર્ભર હતી. બુધવારે પાકિસ્તાને અફધાનિસ્તાનને પરાજય આપતા જ ભારતીય ટીમ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતે અફધાનિસ્તાનને માત આપી જીત સાથે આ ટૂર્નામેન્ટનો અંત કર્યો હતો. શું રહ્યું મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનું કારણ. ચાલો તમને જણાવીએ….
  2. વિરાટ કોહલી આ મેચમાં 122 રનની ઈનિગ્સ રમી હતી. કોહલીનું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 વર્ષ બાદ સદી છે. આ સદી ના દમ પર ભારતે અફધાનિસ્તાનને 213 રનનો વિશાળ સ્કોરનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે અફધાનિસ્તાનની ટીમ ફેલ રહી હતી.
  3. ભુવનેશ્વર કુમારે આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેમણે અફધાનિસ્તાનના શરુઆતી વિકેટ લઈ તેને બૈકફુટ પર મોક્લી હતી. ભુવનેશ્વરની 4 વિકેટ લઈ અફધાનિસ્તાનને હાર આપી હતી. ભુવનેશ્વરે આ મેચમાં 4 રન આપી 5 વિકેટ લીધી હતી.
  4. આ મેચમાં રોહિત શર્મા રમ્યો ન હતો. તેના સ્થાને કે.એલ રાહુલને કેપ્ટનશીપ આપવામાં આવી હતી અને રાહુલની સાથે ઓપિનિંગની જવાબદારી વિરાટે સંભાળી હતી. આ જોડીએ ટીમને મજબુત શરુઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે 119 રનની ભાગેદારી કરી જેમાં ભારતે મોટો સ્કોર અફધાનિસ્તાન સામે રાખ્યો હતો.
  5. આજનું રાશિફળ તારીખ : 04-05-2024
    મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
  6. પાવરપ્લેમાં શાનદાર પ્રદર્શન કરવું પણ ભારતની જીતનું મોટું કારણ છે. પછી બેટિંગ હોય કે બોલિંગ ભારતે બંન્નેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. અફધાનિસ્તાનને બૈકફુટ પર મોકલ્યું હતુ. બેટિંગ કરતા ભારતે પ્રથમ છ ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવ્યા હતા. બીજી તરફ બોલિંગની વાત કરવામાં આવે તો ભારતે પાવરપ્લેમાં અફઘાનિસ્તાનને માત્ર 21 રન બનાવવા દીધા હતા અને પાંચ વિકેટ લીધી હતી.
Next Article