
Hardik Pandya Celebration Video: T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માનો રોમેન્ટિક સેલિબ્રેશન વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ ખાસ પળને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી. જીત બાદ ખેલાડીઓએ પરિવાર અને નજીકના લોકોને સાથે રાખીને આનંદ વ્યક્ત કર્યો. ફાઇનલ જીત્યા પછી માહિકા શર્મા મેદાનમાં હાર્દિક પંડ્યાને મળવા દોડી આવી. બંનેએ એકબીજાને ગળે મળીને જીતની ખુશી વહેંચી અને માહિકાએ હાર્દિકને ગાલ પર ચુંબન પણ આપ્યું.
ઉજવણી દરમિયાન હાર્દિક અને માહિકા ભારતીય ધ્વજમાં લપેટાઈને મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા. ત્યારબાદ એક એવી ક્ષણ આવી જેમાં બંને સ્ટેજ પર આરામ કરતા અને સ્ટેજ પર સૂતેલા જોવા મળ્યા. આ દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો.
Hardik Pandya fell asleep on the podium with his girlfriend.
That’s some next-level love. pic.twitter.com/iw6X3sqfTq
— Rohan (@rohann__45) March 9, 2026
મેચ પછીના એક ઇન્ટરવ્યુમાં હાર્દિક પંડ્યાએ માહિકા શર્માને પોતાનું “લકી ચાર્મ” ગણાવી. તેણે કહ્યું કે માહિકા તેના જીવનમાં આવ્યા પછી તેની સફળતા સતત વધી રહી છે. હાર્દિક અને માહિકા લગભગ એક વર્ષથી રિલેશનશિપમાં હોવાનું પણ જાણવા મળે છે. હાર્દિકના નતાશા સ્ટેન્કોવિકથી છૂટાછેડા પછી માહિકા તેના જીવનમાં આવી હતી અને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તે હાર્દિકને સપોર્ટ કરતી જોવા મળી હતી.
હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે બેટિંગ અને બોલિંગ બંનેમાં ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. નવ મેચમાં તેણે 160.74ના સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. બોલિંગમાં પણ તેણે નવ વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીત પછી હાર્દિક પંડ્યાએ કહ્યું કે ટીમનો લક્ષ્ય હવે આગળ પણ વધુ ટ્રોફી જીતવાનો છે. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમ ઈન્ડિયા આવનારા સમયમાં પણ આવી જ સફળતા હાંસલ કરશે.