હાર્દિક પંડ્યા બન્યો ભારતીય ટીમનો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામે રોહિત-વિરાટને આરામ

|

Oct 31, 2022 | 7:32 PM

ચેતન શર્માએ સોમવારે ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલને ન્યુઝીલેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા બન્યો ભારતીય ટીમનો કેપ્ટન, ન્યૂઝીલેન્ડ સામે રોહિત-વિરાટને આરામ
Hardik Pandya

Follow us on

T20 વર્લ્ડ કપની વચ્ચે ટીમ ઈન્ડિયાએ ચાર સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટી20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે વનડે અને ટી20 સીરીઝ રમવા જઈ રહી છે. તે જ સમયે, બાંગ્લાદેશ સામે વનડે અને ટેસ્ટ શ્રેણી હશે જેના માટે ટીમ ઇન્ડિયાએ તેની ટીમની જાહેરાત કરી છે. મોટા સમાચાર એ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે, તે ટી-20 સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. ચેતન શર્માએ સોમવારે ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલને ન્યુઝીલેન્ડ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

બીજી તરફ, શિખર ધવન વનડે ટીમનું નેતૃત્વ કરશે. પંતને ન્યૂઝીલેન્ડ T20 અને ODI બંને શ્રેણી માટે વાઈસ કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યો છે. રોહિત, કોહલી અને રાહુલ બાંગ્લાદેશ સામે વાપસી કરશે. તે જ સમયે, મોટા સમાચાર એ છે કે દિનેશ કાર્તિકને T20 ટીમમાં તક મળી નથી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

તમને જણાવી દઈએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ 18 નવેમ્બરના રોજ વેલિંગટનમાં રમાશે, જ્યારે બીજી ટી-20 મેચ 20 નવેમ્બરે માઉન્ટ માઉંગાનુઈમાં અને ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ 22 નવેમ્બર નેપિયરમાં રમાશે.

ત્યારે જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વન-ડે મેચ રમાવાની વાત કરવામાં આવે તો પ્રથમ વનડે 25 નવેમ્બરે ઓકલેન્ડમાં, બીજી વનડે મેચ 27 નવેમ્બરે હેમિલ્ટન અને 30 નવેમ્બરે ત્રીજી વનડે મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

ન્યુઝીલેન્ડ T20 સિરીઝ માટેની ટીમ – હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક

ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ માટેની ટીમ– શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, શાહબાઝ અહેમદ. , અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન અને ઉમરાન મલિક.

બાંગ્લાદેશ વનડે સિરીઝ માટેની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી. , મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દયાલ.

બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટેની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કેએસ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી. , મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.

Published On - 7:24 pm, Mon, 31 October 22

Next Article