T20 World Cup India vs Zimbabwe : ભારતે ઝિમ્બાબ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો, ઝિમ્બાબ્વે હારશે તો ટુર્નામેન્ટને વિદાય થશે

|

Nov 06, 2022 | 3:32 PM

ભારતે ઝિમ્બાબ્વે (India vs Zimbabwe ) સામે 187 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા.

T20 World Cup India vs Zimbabwe :  ભારતે ઝિમ્બાબ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો, ઝિમ્બાબ્વે હારશે તો ટુર્નામેન્ટને વિદાય થશે
ભારતે ઝિમ્બાબ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો
Image Credit source: Twitter

Follow us on

ભારતે ઝિમ્બાબ્વે સામે 187 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે શરૂઆતમાં અને સૂર્યકુમાર યાદવે અંતમાં શાનદાર ઇનિંગ રમી હતી. બંનેએ અડધી સદી ફટકારી હતી. રાહુલે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ સાથે જ સૂર્યકુમારે 25 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે મેચના અંતમાં કેટલાક અવિશ્વસનીય શોટ ફટકાર્યા. સૂર્યકુમારે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સુપર-12 રાઉન્ડની આ છેલ્લી મેચ

T20 વર્લ્ડ કપની 42મી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહી છે. સુપર-12 રાઉન્ડની આ છેલ્લી મેચ છે. ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેના ચાર મેચમાં છ પોઈન્ટ છે. ઝિમ્બાબ્વે સામે જીત મેળવ્યા બાદ સુપર-12 રાઉન્ડનો અંત ટોપ પર થશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.સૂર્યકુમાર યાદવ 18 બોલમાં 37 રન અને હાર્દિક પંડ્યા 12 બોલમાં 11 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે.

આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. કેએલ રાહુલે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. તે 51 રન બનાવીને આઉટ થયો હતો. બીજી તરફ સૂર્યકુમાર યાદવ 61 રન બનાવ્યા છે. ભારતે છેલ્લી 5 ઓવરમાં 79 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમ 186 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી.

ટીમને 186 રન સુધી પહોંચાડી

આ મેચમાં ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ પોતાના નામે કરી. સીન વિલિયમ્સ સિવાય સિકંદર રઝા અને મુજરબાનીએ 1-1 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેએ મેચમાં એક તબક્કે સારું પુનરાગમન કર્યું હતું અને 13 રનની અંદર ત્રણ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી (26), કેએલ રાહુલ (51) અને રિષભ પંત (3)ને પેવેલિયન મોકલી દીધા હતા. પરંતુ આ પછી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી અને છેલ્લી ઓવરોમાં વિસ્ફોટક ઇનિંગ રમી અને ટીમને 186 રન સુધી પહોંચાડી દીધી.

તમને જણાવી દઈએ કે જો ભારતીય ટીમ આ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવશે તો તે 8 પોઈન્ટ સાથે સુપર-12ના ગ્રુપ બીમાં પ્રથમ સ્થાન પર કબજો કરી લેશે.

 

 

Published On - 3:16 pm, Sun, 6 November 22

Next Article