WTC Points Table: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા કેવી રીતે પહોંચી શકશે ? જોકે ભારતનો ખેલ બગાડવા પાકિસ્તાન તૈયાર

|

Jul 05, 2022 | 9:35 PM

WTC Points Table: એજબેસ્ટન ટેસ્ટ પછી ભારતીય ટીમ (Team India) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2021-23માં ત્રીજા સ્થાને યથાવત છે, પરંતુ ફાઈનલમાં જવાનો રસ્તો ટીમ ઈન્ડિયા માટે બિલકુલ સરળ નથી.

WTC Points Table: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા કેવી રીતે પહોંચી શકશે ? જોકે ભારતનો ખેલ બગાડવા પાકિસ્તાન તૈયાર
Team India ને હાર બાદ પોઈન્ટ કપાઈ જતા વધુ ફટકો

Follow us on

મંગળવારે એજબેસ્ટન ટેસ્ટ માં ભારત (Indian Cricket Team) નો 7 વિકેટે પરાજય થયો હતો. જો કે આ હાર છતાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ત્રીજા સ્થાને રહી હતી, પરંતુ દંડ ફટકાર્યા બાદ તેના પોઈન્ટ કાપવામાં આવ્યા હતા, જેના પછી ટીમ ઈન્ડિયા ચોથા સ્થાને સરકી ગઈ હતી. આ સાથે જ પાકિસ્તાન (Pakistan) એક ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 5મી અને અંતિમ ટેસ્ટમાં મળેલી હાર બાદ ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) ની ફાઇનલમાં જગ્યા બનાવવાની તક પહેલાથી જ ઘટી ગઈ હતી અને હવે પોઈન્ટ કટને કારણે વધુ નુકસાન થયું છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા નંબર વન અને સાઉથ આફ્રિકા નંબર બે પર છે. ઓસ્ટ્રેલિયાના જીતેલા પોઈન્ટ્સની ટકાવારી (PCT) 77.78 અને દક્ષિણ આફ્રિકાની 71.43 છે, જ્યારે ભારતને 52.08 પોઈન્ટ મળ્યા છે. ભારત માટે ફાઈનલની સફર ઘણી મુશ્કેલ લાગે છે, પરંતુ આશા હજુ પૂરી થઈ નથી.

ભારતે હજુ 6 મેચ રમવાની છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચીને ન્યુઝીલેન્ડ સામે હાર મેળવી હતી. આમ ભારતે બીજા સ્થાન પર રહીને સંતોષ માનવો પડ્યો હતો. ચેમ્પિયનશીપમાં ભારત પાસે હવે 6 મેચ રમવાની છે. ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ચાર અને બાંગ્લાદેશ સામે 2. જો ટીમ ઈન્ડિયા તેની બાકીની તમામ 6 મેચો જીતી લે છે, તો તે મહત્તમ 68. 98 PCT સુધી પહોંચી જશે, પરંતુ ફાઈનલ માટે ભારતે અન્ય ટીમોની મેચો પર પણ નિર્ભર રહેવું પડશે.

પાકિસ્તાન ભારતની રમત પણ બગાડી શકે છે. પાકિસ્તાન 52.38 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. પાકિસ્તાને 7 મેચ રમવાની છે, જેમાં ઈંગ્લેન્ડ સામે 3 અને ન્યૂઝીલેન્ડ સામે 2 મેચ ઘરઆંગણે અને શ્રીલંકા સામે 2 ટેસ્ટ બહાર રમાશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ ભારત માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા પાસે પોતાનો દાવો મજબૂત કરવાની તક

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બંને પાસે ફાઇનલમાં પોતાનો દાવો મજબૂત કરવાની તક છે. ઓસ્ટ્રેલિયાને હજુ 10 મેચ રમવાની બાકી છે. શ્રીલંકા સામે 1, ભારત સામે 4, વેસ્ટ ઈન્ડિઝ સામે 2 અને દક્ષિણ આફ્રિકા સામે 3. જ્યારે દક્ષિણ આફ્રિકાએ હજુ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે 3-3 ટેસ્ટ અને વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચ રમવાની છે. એજબેસ્ટન ટેસ્ટ જીતનારી ઈંગ્લેન્ડની ટીમ 7મા સ્થાને છે.

Published On - 9:31 pm, Tue, 5 July 22

Next Article