“કયો નશો કરો છો ભાઈ?” 55 રનમાં ઢગલો છતાં પાકિસ્તાની મેન્ટોરનો દાવો- “ટ્રોફી તો અમે જ ઉઠાવીશું!”

મહિલા એશિયા કપ 2026 માં ભારત સામે માત્ર 55 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ અને 7 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આટલી કારમી હાર છતાં પાકિસ્તાનના મેન્ટોર વહાબ રિયાઝે પોતાની ટીમને ટૂર્નામેન્ટની ‘સૌથી શ્રેષ્ઠ ટીમ’ ગણાવીને ટ્રોફી જીતવાનો દાવો કર્યો છે. મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓના વર્તન અને ત્યારબાદ વહાબ રિયાઝના આ અજીબોગરીબ દાવા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમની ભારે મજાક ઉડાવી રહ્યા છે.

કયો નશો કરો છો ભાઈ? 55 રનમાં ઢગલો છતાં પાકિસ્તાની મેન્ટોરનો દાવો- ટ્રોફી તો અમે જ ઉઠાવીશું!
| Updated on: Sep 06, 2026 | 5:09 PM

પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મેન્ટોર વહાબ રિયાઝે તેમની ટીમને મહિલા એશિયા કપ 2026 ની સૌથી શ્રેષ્ઠ ટીમ ગણાવી. કોઈ બીજા દિવસે આ નિવેદન આવ્યું હોત તોપણ ઠીક હતું પરંતુ તેમણે આ વાત શનિવારે એ મેચ પછી કહી, જેમાં ભારતે તેમને માત્ર 55 રન પર ઓલઆઉટ કરી દીધા હતા.

દુબઈમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બેટિંગ પસંદ કરી હતી. 27 રન સુધી તેમની એકપણ વિકેટ પડી નહોતી, તે પછી પૂરી ટીમ માત્ર 28 રન જ ઉમેરી શકી. હવે વહાબના નિવેદનની મજાક ઊડી રહી છે.

ગ્રાઉન્ડ પર ઓવરએક્ટિંગ અને મેચ પછી ડંફાસો

ગ્રાઉન્ડ પર પાકિસ્તાની ખેલાડીઓએ એવું કામ કર્યું કે, જેના માટે તેમને શરમ આવવી જોઈએ. શેફાલી વર્માને આઉટ કરીને ફાતિમા સનાએ તેમને બહારનો રસ્તો બતાવ્યો. એવી રીતે સેલિબ્રેટ કર્યું જાણે પાકિસ્તાન જીતી રહ્યું હોય, જ્યારે આ પહેલા તેમની ટીમ 55 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતે લક્ષ્યને 9 મી ઓવરમાં હાંસલ કરીને 7 વિકેટે મોટી જીત નોંધાવી. આ શરમજનક હાર પછી પાકિસ્તાનના મેન્ટોર વહાબ રિયાઝે કહ્યું કે, તેમની ટીમ એશિયા કપ 2026 ની સૌથી શ્રેષ્ઠ ટીમ છે. એક હારથી ટીમને જજ ન કરવી જોઈએ.

શું બોલ્યા વહાબ રિયાઝ?

“મારો તો એ જ ભરોસો છે કે, આ છોકરીઓ ખૂબ સ્કિલફુલ (કુશળ) છે. તેમને પોતાના પર ભરોસો રાખવાની જરૂર છે. હવે હોંગકોંગ સામે મેચ છે. પ્રયાસ કરીશું કે, જે ભૂલો અમે કરી તે આગામી મેચમાં ન દોહરાવીએ. હું હજુ પણ માનું છું કે, પાકિસ્તાન એશિયા કપ 2026 ની સૌથી શ્રેષ્ઠ ટીમ છે. અમે ટ્રોફી પણ ઉઠાવીશું, કારણ કે જે કન્ડિશન છે તે પાકિસ્તાનને ખૂબ વધારે ફેવર કરે છે.”

મજાક ઊડી

વહાબના આ નિવેદને સોશિયલ મીડિયા પર તેમની મજાક બનાવી દીધી છે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાનના લોકો પણ મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “આ તો ફેક છે… પોતાના પદ પર બન્યા રહેવા માટે પિત્તળને સોનું બોલી રહ્યો છે.”

એક અન્ય યુઝરે લખ્યું કે, “કયો નશો કરો છો ભાઈ?” એક યુઝરે લખ્યું, “લાગે છે ભાઈ માઈક સામે બેસતા પહેલા સ્કોરકાર્ડ જોવાનું ભૂલી ગયા.” એક અન્ય યુઝરે લખ્યું કે, “આ જ ઓવરકોન્ફિડન્સ પાકિસ્તાનને ખાઈ રહ્યો છે.”

ફાઇનલ મેચમાં વૈભવ સૂર્યવંશીની ‘વૈભવી બેટિંગ’, મોહમ્મદ સિરાજને ધોળા દિવસે તારા બતાવી દીધા

Follow Us
Loading...
Unable to load recommendations.