
ભારતની જીતનો નિર્ણાયક ક્ષણ અને પાકિસ્તાનની હારની સંપૂર્ણ વાર્તા આ મેચમાં સ્પષ્ટ રીતે લખાઈ ગઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચનું પરિણામ હવે સામે આવી ગયું છે, જેમાં ભારતે દબદબાભર્યો વિજય નોંધાવ્યો. મુશ્કેલ બેટિંગ પિચ પર પણ ભારતીય ટીમે શિસ્તબદ્ધ રમત બતાવી અને જીતની મજબૂત પાયાં ઊભા કર્યા.
મેચની શરૂઆતથી જ તણાવનું વાતાવરણ જોવા મળ્યું. ભારતને પહેલી જ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો, જ્યારે અભિષેક શર્મા શૂન્ય રન પર આઉટ થયો અને ટીમનો સ્કોર માત્ર 1 રન હતો. આ ઝટકાથી ભારત પર દબાણ આવ્યું, પરંતુ ત્યારબાદ ટીમે સંયમ અને આત્મવિશ્વાસ સાથે ઇનિંગ્સ આગળ વધારી. ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા અને પાકિસ્તાનને 176 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો.
બીજી ઇનિંગમાં ઝાકળની અસરને કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે ભારતીય બોલરોને મુશ્કેલી પડશે, પરંતુ હકીકત વિપરીત સાબિત થઈ. ભારતીય બોલિંગ યુનિટે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનની ઇનિંગ્સ પર સતત દબાણ બનાવ્યું. દરેક વિકેટ સાથે મેચ ભારત તરફ વધુ ઢળતી ગઈ અને અંતે ભારતે 10 રનથી મેચ જીતીને સુપર-8 રાઉન્ડમાં પોતાનું સ્થાન પક્કું કર્યું.
અભિષેક શર્માના આઉટ થયા પછી પાકિસ્તાન બીજી વિકેટ ઝડપથી લેવામાં નિષ્ફળ રહ્યું. આ દરમિયાન ઈશાન કિશન અને તિલક વર્મા વચ્ચે બીજી વિકેટ માટે 46 બોલમાં 87 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ નોંધાઈ. ઈશાન કિશને એકલાએ જ 38 બોલમાં આક્રમક 76 રનની ઇનિંગ્સ રમીને ભારતીય ઇનિંગ્સને મજબૂતી આપી.
પાકિસ્તાન તરફથી છેલ્લી ઓવર શાહીન આફ્રિદીએ ફેંકી, જેમાં તેણે બે વિકેટ લીધી, પરંતુ આ ઓવરમાં 16 રન આપી બેઠા. રિંકુ સિંહએ એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 10 રન બનાવ્યા, જ્યારે શિવમ દુબેએ 5 રન ઉમેર્યા. આ કારણે ભારત 175 રન સુધી પહોંચી શક્યું. જો સ્કોર 160થી ઓછો રહ્યો હોત, તો પાકિસ્તાન પર દબાણ ઘણું ઓછું રહેત.
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે શરૂઆતમાં એવું લાગ્યું કે પાકિસ્તાન સરળતાથી મેચ પોતાના પક્ષમાં લઈ જઈ શકે છે, પરંતુ પહેલી જ ઓવરમાં સ્થિતિ બદલાઈ ગઈ. હાર્દિક પંડ્યાએ ત્રીજા બોલ પર સાહિબજાદા ફરહાનની વિકેટ લઈ પાકિસ્તાનને મુશ્કેલીમાં નાખ્યું.
બીજી ઓવરમાં પાકિસ્તાને વાપસી કરવાનો પ્રયાસ કર્યો. સેમ અયુબએ જસપ્રીત બુમરાહના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો, પરંતુ તરત જ વિકેટ ગુમાવી. અંદર આવેલા સલમાન આગાએ ચોગ્ગા સાથે દબાણ ઘટાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઓવરના છેલ્લે બોલ પર આઉટ થઈ ગયો. પાવરપ્લેમાં જ પાકિસ્તાનની ઇનિંગ્સ લડખડાઈ ગઈ.
પછી બાબર આઝમ પણ આઉટ થયો, જેના કારણે દબાણ વધુ વધી ગયું. ઉસ્માન ખાન અને શાદાબ ખાને ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અક્ષર પટેલએ આ પાર્ટનરશિપ તોડી નાખી. ત્યારબાદ એક પછી એક વિકેટ પડતી ગઈ અને પાકિસ્તાન સંપૂર્ણપણે હારની દિશામાં ખસતું ગયું.
પરંતુ ભારતે બે મોટી ભૂલ પણ કરી હતી. જોકે ટીમની કુશળતાને કારણે મેચ આખરે જીત્યા તો ખરી. પરંતુ જો આવી ભૂલ થાય તો આગામી સમયમાં મુશ્કેલી વધી શકે. કારણ કે, 15 મી ઓવરના ચોથા બોલે તિલક વર્માએ શાહીન આફ્રિદીને બોલિંગ કરી. શાહીને મિડલ પર ફુલ બોલ મળતા આગળ વધીને લોફ્ટેડ શોટ રમ્યો અને બોલ હવામાં ઊંચો ઉછળી ગયો. તિલક વર્મા પાછળ દોડીને કેચ લેવા ગયો, બંને હાથ બોલ પર આવ્યા પણ મજબૂત પકડ ન બની શકી અને કેચ છૂટી ગયો. કેચ સહેલો નહોતો, છતાં લેવો જોઈએ એવો અવસર હતો.
18 મી ઓવરના બીજા બોલે (17.2) હાર્દિક પંડ્યાએ શાહીન શાહ આફ્રિદીને બોલ ફેંક્યો. હાફ-વે ડાઉન લેન્થનો બોલ હતો અને તે ઊંચે ઉછળી ગયો. શાહીને ભરપૂર જગ્યા મળી અને તેણે લૉન્ગ ઓન તરફ જોરદાર શોટ માર્યો. બાઉન્ડ્રી પાસે કુલદીપ યાદવ કેચ લેવા પ્રયાસ કર્યો, ડાબા ખભા પાસે બોલ આવ્યો પણ કેચ પકડાઈ ન શક્યો. બોલ હાથમાંથી છટકી ગયો અને સીધો બાઉન્ડ્રી પાર છકકા માટે ગયો.
અભિષેક શર્માના આઉટ થતા જ રોહિત શર્માએ આ શું કર્યું? ફોટો થયો વાયરલ
Published On - 11:17 pm, Sun, 15 February 26