ફરી એક વખત ટકરાશે ભારત અને પાકિસ્તાન, લાહોરમાં આ ટ્રોફી માટે થશે ટકકર

|

Jun 10, 2024 | 3:01 PM

પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યુલ મોકલ્યું છે. કાર્યક્રમ અનુસાર ભારત અને પાકિસ્તાનની મેજબાની લાહોરને આપવામાં આવી છે. 9 ફ્રેબુઆરીના રોજ આ ટૂર્નામેન્ટ શરુ થશે.

ફરી એક વખત ટકરાશે ભારત અને પાકિસ્તાન, લાહોરમાં આ ટ્રોફી માટે થશે ટકકર

Follow us on

ટી20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાનની ટકકર બાદ બંન્ને દેશના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને આગામી ચેમ્પિયનટ્રોફી 2025નું શેડ્યુલ મોકલ્યું છે. આગામી 8 મહિનામાં ચાહકો ફરી એક વખત ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળી શકે છે. પીસીબીએ ભારત અને પાકિસ્તાનની મેચ લાહૌરમાં આયોજન કરવાની રજુઆત કરી છે.પરંતુ આના પર ભારતીય સરકારની મંજુરી આવવાની બાકી છે કે, ભારતીય ટીમ આ આઈસીસી ઈવેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહિ.

ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન 19 ફ્રેબુઆરી થી 9 માર્ચ સુધી

ક્રિકબઝના રિપોર્ટ મુજબ ચેમ્પિયન ટ્રોફી 2025નું આયોજન 19 ફ્રેબુઆરી થી 9 માર્ચ સુધી પાકિસ્તાનમાં રમાશે. આઈસીસીને જે શેડ્યુલ મોકલ્યું છે, તે અનુસાર આ ટૂર્નામેન્ટ માટે લાહૌર , કરાંચી અને રાવલપિંડીના વેન્યુની પસંદગી થઈ છે. આ 3 મેદાન પર 8 ટીમ 15 લીગ સ્ટેજ મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની લીગ સ્ટેજની છેલ્લી મેચ હશે.

સેમિફાઈનલ કરાંચી અને રાવલપિંડીમાં

કરાંચીમાં બુધવાર 19 ફ્રેબુઆરીના રોજ ઓપનિંગ મેચ રમાશે. 2 સેમિફાઈનલ કરાંચી અને રાવલપિંડીમાં હશે. શેડ્યૂલ મુજબ રવિવાર 9 માર્ચના રોજ ખિતાબી મુકાબલો લાહૌરમાં રમાશે. હાલમાં તો ન તો પીસીબી અને ન તો આઈસીસી હાઈબ્રિડ મોડલની વાત કરી રહ્યું છે. હવે સૌ કોઈની નજર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ભારત સરકાર પર ટકેલી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન

ભારતીય ટીમે લાંબા સમયથી પાકિસ્તાન ક્રિકેટ સાથે મેચ રમી નથી. હવે જ્યારે પાકિસ્તાનને કોઈ મેચની મેજબાની મળી છે. ત્યારે ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલના આધાર પર છે. ત્યારે હવે જોવાની વાત એ છે કે, ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કઈ રીતે થાય છે,
લગભગ 8 વર્ષની લાંબી રાહ બાદ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે, જેનું આયોજન પાકિસ્તાન કરશે. હવે આ ટૂર્નામેન્ટના આયોજનમાં સૌથી મોટો મુદ્દો ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાનો છે, જેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી

 

આ પણ વાંચો : T20 World Cup 2024 : ભારત સામે હાર બાદ પાકિસ્તાની ખેલાડીની આંખમાંથી આંસુ નહોતા રોકાતા, જુઓ VIDEO

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article