Ind W vs Aus W: સ્મૃતિ મંધાનાનુ અર્ધશતક એળે ગયુ, ઓસ્ટ્રેલિયાએ ભારતને 14 રને હરાવી શ્રેણી પર કબ્જો જમાવ્યો

|

Oct 10, 2021 | 8:37 PM

આ મેચમાં વિજય સાથે ઓસ્ટ્રેલિયા (Australian) એ ત્રણ મેચની T20 શ્રેણી 2-0 થી જીતી લીધી છે.

Ind W vs Aus W: સ્મૃતિ મંધાનાનુ અર્ધશતક એળે ગયુ, ઓસ્ટ્રેલિયાએ ભારતને 14 રને હરાવી શ્રેણી પર કબ્જો જમાવ્યો
Australia Women vs India Women

Follow us on

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે (Australian Women Cricket Team) રવિવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમને 14 રને હરાવી હતી. ભારતીય ટીમ (Team India) ને 150 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ટીમ ઇન્ડીયા 20 ઓવરમાં છ વિકેટે 135 રન જ બનાવી શકી હતી. સ્મૃતિ મંધાના ( Smriti Mandhana) એ ભારત માટે શાનદાર ઇનિંગ રમી અને 52 રન બનાવ્યા. પરંતુ તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન ટીમ માટે મોટો સ્કોર કરી શક્યા ન હતા. ટીમના ઝડપી બેટ્સમેન શેફાલી વર્મા (Shafali Verma) એક રન બનાવ્યા બાદ આઉટ થઇ ગઇ હતી.

આ પછી, જેમિમા રોડ્રિગ્ઝે મંધાના સાથે ઇનિંગ્સને આગળ ધપાવી. જ્યાં સુધી આ જોડી મેદાનમાં હતી ત્યાં સુધી ટીમની જીતની આશા જીવંત હતી. રોડ્રિગ્ઝ 11 મી ઓવરમાં આઉટ થઇ હતી. તેણે 26 બોલમાં એક ચોગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. તે પછી, મંધાના પણ આઉટ થઈ ગઈ હતી. તેની વિકેટ 15 મી ઓવરના પાંચમા બોલ પર પડી હતી. તેણે પોતાની ઇનિંગમાં 49 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા ફટકાર્યા.

આ પહેલા ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે તાહલિયા મેકગ્રાની અણનમ 44 રનની મદદથી પાંચ વિકેટે 149 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓપનર બેથ મૂની (61) ની અડધી સદી ફટકારી હતી. મૂનીએ 43 બોલમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અગાઉની મેચમાં ટીમને વિજય તરફ દોરી જનાર મેકગ્રાએ ફરી એકવાર બેટ વડે ઉપયોગી યોગદાન આપ્યું હતું. તેની 31 બોલની અણનમ ઇનિંગમાં એક છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બંને એ પાંચમી વિકેટ માટે 44 રનની મહત્વની ભાગીદારી પણ કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે અગાઉ શનિવારે બીજી ટી20 મેચ જીતી હતી અને શ્રેણી જીતી લીધી હતી. ભારતીય ટીમના આ પ્રવાસ પર વનડે (ત્રણ મેચ), ટેસ્ટ (એક મેચ) અને ટી20 આંતરરાષ્ટ્રીય (ત્રણ મેચ) ના એકંદરે પરિણામ પર નક્કી કરવામાં આવ્યું હતુ.

ભારતે ટોસ જીત્યો હતો

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. જે ઝડપી બોલર રેણુકા સિંહે બીજી ઓવરમાં એલિસા હિલીને વિકેટકીપર રિચા ઘોષના હાથે કેચ કરાવીને યોગ્ય સાબિત કરી હતી. કેપ્ટન મેગ લેનિંગ તેની લયમાં આવી રહી હતી, પરંતુ સાતમી ઓવરમાં રાજેશ્વરી ગાયકવાડ બોલિંગ પર હિટ વિકેટ આઉટ થઇ હતી. તેણે 14 રન બનાવ્યા હતા. આ પછી, પૂજા વસ્ત્રાકરે એશ્લે ગાર્ડનર (1 રન) ને રિચાના હાથે કેચ કરાવી હતી. જ્યારે દીપ્તિ શર્માના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં એલિસા પેરી એ વસ્ત્રાકરને કેચ આપી દીધો હતો.

તેણે આઠ રન બનાવ્યા હતા. ટીમ 12 મી ઓવરમાં 73 રને ચોથી વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. પરંતુ અગાઉની મેચની જેમ મૂની અને મેકગ્રાએ એક વખત સંકટમોચકની ભૂમિકા ભજવી હતી. બંનેએ 44 રનની નિર્ણાયક ભાગીદારી કરી હતી. જેમાં મૂનીએ ઝડપી રન બનાવ્યા.

18 મી ઓવરમાં મૂનીની ઇનીંગનો અંત

રાજેસ્વરીએ મુનીને મેચની 18 મી ઓવરમાં કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે કેચ કરાવ્યો હતો. પરંતુ મેકગ્રાએ તે જ ઓવરમાં છગ્ગા અને પછી ચોગ્ગા ફટકારીને 16 રન લીધા હતા. 20 મી ઓવરમાં બોલને બાઉન્ડ્રી લાઇનમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ બે ઓવરમાંથી 10-10 રન થયા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ત્રણ ઓવરમાં 36 રન બનાવ્યા હતા. ભારત માટે રાજેશ્વરીએ ચાર ઓવરમાં 37 રન આપીને બે વિકેટ લીધી હતી. જ્યારે રેણુકા, વસ્ત્રાકર અને દીપ્તિએ એક-એક વિકેટ લીધી હતી.

 

 

 

આ પણ વાંચોઃ Sabrkantha: MD ડ્રગ્સનો મામલો, 34 લાખના ડ્રગ્સનુ અમદાવાદ કનેકશન ખૂલ્યુ, આ ડ્રગ્સનો ઉપયોગ આ ‘ખતરનાક’ કામ માટે થાય છે!

આ પણ વાંચોઃ Cricket: વિરાટ કોહલીનો હવે આ મહત્વનો રેકોર્ડ તૂટી ગયો, આયરલેન્ડની ટીમના ખેલાડીએ તોડી નાંખ્યો વિશ્વ વિક્રમ !

Next Article