IND vs ZIM: કેપ્ટન બાદ વધુ એક ફેરફાર, ઝિમ્બાબ્વે પ્રવાસે ટીમ ઈન્ડિયા સાથે કોચના રુપમાં રાહુલ દ્રવિડ નહી આ દિગ્ગજ હશે

|

Aug 13, 2022 | 9:22 AM

ગુરુવારે, 11 ઓગસ્ટના રોજ, BCCIએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ બદલવાનો અને શિખર ધવન (Shikhar Dhawan) ની જગ્યાએ કેએલ રાહુલ (KL Rahul) ને કમાન સોંપવાનો નિર્ણય કર્યો.

IND vs ZIM: કેપ્ટન બાદ વધુ એક ફેરફાર, ઝિમ્બાબ્વે પ્રવાસે ટીમ ઈન્ડિયા સાથે કોચના રુપમાં રાહુલ દ્રવિડ નહી આ દિગ્ગજ હશે
Rahul Dravid એશિયા કપ માટે ઉપલબ્ધ હશે

Follow us on

ભારત અને ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) વચ્ચે 18 ઓગસ્ટથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી છે અને કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા શનિવારે ઝિમ્બાબ્વે જવા રવાના થશે. ઘણા સિનિયર ખેલાડીઓને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે કારણ કે તેઓને એશિયા કપ 2022 માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, દેખીતી રીતે રાહુલ દ્રવિડ (Rahul Dravid) પણ ટીમના કોચ તરીકે ઝિમ્બાબ્વે જઈ શકશે નહીં. એટલા માટે VVS લક્ષ્મણને ફરી એકવાર આ જવાબદારી સોંપવામાં આવી છે.

એશિયા કપને કારણે લક્ષ્મણ કમાન સંભાળશે

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહને ટાંકીને કહ્યું કે નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતના કાર્યવાહક મુખ્ય કોચ હશે. BCCIના આ નિર્ણયનું કારણ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી એશિયા કપ ટૂર્નામેન્ટ છે, જેના માટે ટીમ ઈન્ડિયા 23 ઓગસ્ટે UAE માટે રવાના થશે, જ્યારે ODI શ્રેણી 22 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. લક્ષ્મણે આ પહેલા જૂનના અંતમાં આયર્લેન્ડ પ્રવાસ પર આ જવાબદારી લીધી હતી.

બીસીસીઆઈના સચિવ શાહે કહ્યું કે દ્રવિડને આરામ આપવામાં આવ્યો નથી, પરંતુ બે શ્રેણી વચ્ચેના નાના તફાવતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જય શાહે સમાચાર એજન્સીને વાતચીતમાં કહ્યું, હા, લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમની જવાબદારી સંભાળશે. એવું નથી કે રાહુલ દ્રવિડને આરામ આપવામાં આવી રહ્યો છે. ઝિમ્બાબ્વેમાં વનડે શ્રેણી 22 ઓગસ્ટે પૂરી થશે અને દ્રવિડ સાથે ભારતીય ટીમ 23 ઓગસ્ટે UAE જવા રવાના થશે. આ બંને ટૂર્નામેન્ટ વચ્ચેનો સમય ઘણો ઓછો છે, તેથી લક્ષ્મણ ઝિમ્બાબ્વેમાં ભારતીય ટીમની જવાબદારી સંભાળશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રાહુલ-હુડ્ડા હરારેથી દુબઈ જશે

ઝિમ્બાબ્વે પ્રવાસ પર જઈ રહેલી ભારતીય ટીમમાં માત્ર બે જ એવા સભ્યો છે જે એશિયા કપ માટેની ભારતીય ટીમનો પણ ભાગ છે. શાહે આ વિશે જણાવ્યું, એશિયા કપ T20 ટૂર્નામેન્ટ ટીમમાંથી માત્ર કેએલ રાહુલ અને દીપક હુડ્ડા ઝિમ્બાબ્વે પ્રવાસ પર ODI ટીમમાં છે. તેથી તે તર્કસંગત છે કે મુખ્ય કોચ T20 ટીમની સાથે હોવો જોઈએ.

ઝિમ્બાબ્વે સામે 18, 20 અને 22 ઓગસ્ટે હરારેમાં ત્રણ વનડે રમાશે. બીસીસીઆઈમાં એવી પરંપરા રહી છે કે જ્યારે મુખ્ય ટીમ પ્રવાસ પર હોય છે, ત્યારે બીજા સ્તરની અથવા એ ટીમોની દેખરેખ હંમેશા એનસીએના વડા દ્વારા કરવામાં આવે છે.

Published On - 9:12 am, Sat, 13 August 22

Next Article