IND vs ZIM: રોહિત શર્મા રવિવારે બાબર આઝમનો વિશ્વ વિક્રમ તોડી પોતાને નામે કરશે, રચાશે ઈતિહાસ

|

Nov 05, 2022 | 11:50 PM

રવિવારે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટક્કર થનારી છે. ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચવા માટે દમ લગાવી દેશે, આ મહત્વની સફળતા સાથે જ રોહિત શર્મા પાકિસ્તાનના સુકાનીનો વર્લ્ડ રેકોર્ડ તોડશે.

IND vs ZIM: રોહિત શર્મા રવિવારે બાબર આઝમનો વિશ્વ વિક્રમ તોડી પોતાને નામે કરશે, રચાશે ઈતિહાસ
Rohit Sharma તોડશે Babar Azam વિક્રમ?

Follow us on

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ-2022 ના સુપર 12 તબક્કાની અંતિમ મેચ ઝિમ્બાબ્વે સામે રમશે. આ મેચ સાથે જ ભારતીય ટીમનુ સેમિફાઈનલમાં રમાવા અંગેનો નિર્ણય થશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સુપર 12ના તબક્કામાં હાલ સુધી ટોપ પર છે. પરંતુ ઝિમ્બાબ્વે સામેની હાર ભારતનુ ગણિત બગાડી શકે છે. આમ ટીમ ઈન્ડિયા પૂરો દમ વિજય મેળવવા માટે લગાવી દેશે. આ સફળતા મળવા સાથે જ ભારતીય સુકાની રોહિત શર્મા પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનો રેકોર્ડ તોડી નાંખશે. જે બાબરે 2021માં રચ્યો હતો. રોહિત શર્મા આ જીત સાથે જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ મેચ જીતનારો કેપ્ટન બની જશે.

રોહિત શર્માએ હાલમાં બાબર આઝમના રેકોર્ડની બરાબરી પર પહોંચી ચુક્યો છે. હવે રોહિત માટે ઝિમ્બાબ્વે સામેની જીત ટીમને સેમિફાઈનલના સ્થાન સાથે પોતાના નામે એક ઇતિહાસ રચી દેશે. રોહિત કેલેન્ડર વર્ષમાં 20 ટી20 મેચમાં જીત મેળવી ચૂક્યો છે. હવે તે 21મી જીત સાથે સૌથી આગળ આ યાદીમાં નિકળી ચૂક્યો હશે.

વિશ્વકપ પહેલા 17 મેચ પોતાના નામે કરી હતી

ટી20 વિશ્વકપની શરુઆત પહેલા રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ 17 મેચોમાં જીત નોંધાવી ચૂકી હતી. જ્યારે સુપર 12ના તબક્કામાં પાકિસ્તાને હરાવીને 18મી જીત નોંધાવી હતી. ત્યાર બાદ આ સિલસિલો આગળ વધારતા 19 અને 20મી જીત નોંધાવી લીધી હતી. આમ સુપર 12માં એક તરફ જ્યાં પાકિસ્તાન સંઘર્ષની સ્થિતીમાં હતુ ત્યાં ભારતીય સુકાનીએ ટીમને એક બાદ એક જીત અપાવતા વિક્રમની બરાબરી કરી લીધી. હવે એક જીત મેળવવા સાથે જ ભારતીય સુકાની ઇતિહાસ બનાવશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ યાદીમાં બાબર આઝમ બાદ મહેન્દ્રસિંહ ધોની પણ છે. તે હવે ત્રીજા સ્થાને આવી જશે. ધોનીએ એક કેલેન્ડર વર્ષમાં કેપ્ટન તરીકે ભારતીય ટીમને 15 મેચોમાં જીત અપાવી હતી. આ જીતનો રેકોર્ડ તેણે 2016માં નોંધાવ્યો હતો. બાબરે 20 મેચ જીતીને ધોની કરતા 5 વધુ મેચ જીતી લીધી હતી. પરંતુ રોહિત હવે તેને ભારે પડતા આ રેકોર્ડ ફરી ભારતીય સુકાનીને નામ થઈ જશે.

પોઈન્ટ ટેબલમાં ભારત ટોચ પર

ગૃપ 2 માં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચનુ સ્થાન ધરાવે છે. ભારતે સુપર 12 માં 4 મેચ રમી છે. જેમાં 3 મેચોમાં ભારે જીત મેળવી છે. એટલે કે પાકિસ્તાન, નેધરલેન્ડ અને બાંગ્લાદેશને હાર આપી હતી. જ્યારે એક મેચ જે દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, જેમાં હાર મેળવી હતી. દક્ષિણ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં 2 મેચ જીતીને 5 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. તેની એક મેચ ધોવાઈ જતા કિસ્મત જો અને તો પર પહોંચી ગયુ હતુ. જ્યારે પાકિસ્તાન 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. તેની નેટ રન રેટ સારી હોઈ તે સમાન પોઈન્ટ સાથે બાંગ્લાદેશ કરતા એક સ્થાન ઉપર છે.

 

Published On - 11:46 pm, Sat, 5 November 22

Next Article