Port of Spain : પ્રથમ ટેસ્ટ મેચમાં ફલોપ રહેલા વિન્ડીઝ બેટ્સમેનો બીજી ટેસ્ટ મેચમાં આક્રમક બેટિંગ કરી રહ્યા છે. વિન્ડીઝ બેટ્સમેનોની રમત, નિર્જીવ પીચ અને વરસાદને કારણે ભારતીય બોલર્સ (Team India) ઘણા હેરાન થયા હતા. ત્રીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 5 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા અને પોતાને ફોલો-ઓનથી સુરક્ષિત કરી લીધા હતા.
ક્વીન્સ પાર્ક ઓવલ ગ્રાઉન્ડ્સમાં ટેસ્ટ મેચના ત્રણેય દિવસે બોલર્સને મદદ મળી ના હતી. ભારતના કેટલાક બોલર્સની શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગને કારણે ભારતીય ટીને કેટલીક વિકેટ મળી શકી હતી. આખા દિવસને 2 વાર વરસાદને કારણે મેચ રોકવી પડી હતી, જેના કારણે 90માંથી ફક્ત 67 ઓવર જ રમાઈ હતી.
આ પણ વાંચો : IND vs WI: રવિન્દ્ર જાડેજાની વિકેટ પર અમ્પાયરની ભયંકર ભૂલ, ખોટો રિપ્લે બતાવી આપ્યો આઉટ
Mukesh Kumar’s maiden Test wicket! A moment for him to savour. A video for you to savour. #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/fpCQSf1LsF
— FanCode (@FanCode) July 22, 2023
વિન્ડીઝ કેપ્ટન બ્રૈથવેટે 29મી ફિફટી ફટાકી હતી. પ્રથમ સેશનમાં એક કલાકની રમત બાદ પેસર મુકેશ કુમારે મૈકેંજીને 32 રન આઉટ લઈને પોતાની પહેલી વિકેટ લીધી હતી. મૈકેંજીના આઉટ થયા બાદ વરસાદ આવ્યો જેના કારણે મેચ રોકવી પડી હતીી. કલાક બાદ બીજા સેશનની શરુઆત થઈ અને વિન્ડીઝ બેટ્સમેનોએ ડિફેન્સિવ બેટિંગ શરુ કરી. બ્રૈથવેટ અને જર્મેન બ્લેકવુડે વિન્ડીઝી ટીમની ઈનિંગ સંભાળી હતી. ત્યારે જ અશ્વિને આવીને બ્રૈથવેટને 75 રન પર આઉટ કર્યો હતો.
Brathwaite leads the Windies fightback with a 50! #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/WIZhQtGHiq
— FanCode (@FanCode) July 22, 2023
આ પણ વાંચો : IND vs BAN: મેચ ટાઈ થઈ છતાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે સુપર ઓવર કેમ ના થઈ? જાણો કારણ
Unplayable! A classic off-spinner’s dismissal from Ashwin 🔥 #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/dPcUucA0xQ
— FanCode (@FanCode) July 22, 2023
આ પણ વાંચો : Sri Lanka: 7 વર્ષ અને 10 મહિના પછી સદી ફટકારનાર શ્રીલંકાના પૂર્વ કપ્તાને લીધી નિવૃત્તિ
Good sharp catch from Rahane 👏👏👏 pic.twitter.com/NNA1D0e7Bo
— Raja 🇮🇳 (@Raja15975) July 22, 2023
ત્રીજા સેશનની શરુઆતમાં રવીન્દ્ર જાડેજાની ઓવરમાં અજિંક્ય રહાણે સ્લીપમાં શાનદાર કેચ પકડયો હતો. જેને કારણે બ્લેકવુડ 20 રન બનાવી પવેલિયન તરફ પાછો ફર્યો હતો. એલિક એથનાઝ અને જોશુઆ ડાસિલ્વાએ સારી પાર્ટનરશીપ કરી જ હતી, ત્યા જો સિરાજે રિવર્સ સ્વિંગની મદદથી ડાસિલ્વાને 10 રન પર બોલ્ડ કર્યો હતો.
ત્રીજા સેશનમાં વરસાદ શરુ થતા 50 મિનિટની રમત બગડી હતી. હાલમાં એથનાઝ 37 રન સાથે અને જેસન હોલ્ડર 11 રન સાથે ક્રિઝ પર છે. વેન્ડિઝની ટીમ ફોલો-ઓનથી બચવામાં 10 રન દૂર છે. ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરે ત્રીજા દિવસની રમતના અંતની જાહેરાત કરી હતી.ભારતીય ટીમ પાસે હજપ 209 રનની લીડ છે.