IND vs WI 2nd Test Day 1: કોહલી-જાડેજાએ ભારતીય ટીમને કરાવી વાપસી, વેસ્ટ ઈન્ડિઝે બતાવ્યો દમ, જુઓ Video

|

Jul 21, 2023 | 7:11 AM

India vs West Indies 2nd Test: 20 જુલાઈ, 2023થી વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ મેચની શરુઆત થઈ છે. આ મેચ કોહલી માટે ખાસ હતી. કારણ કે તે કરિયરની 500મી ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો છે. આ ટેસ્ટને યાદગાર બનાવવા માટે તેણે આક્રમક રમત રમી હતી.

IND vs WI 2nd Test Day 1: કોહલી-જાડેજાએ ભારતીય ટીમને કરાવી વાપસી, વેસ્ટ ઈન્ડિઝે બતાવ્યો દમ, જુઓ Video
IND vs WI 2nd test match day 1

Follow us on

Port of Spain :  કોઈપણ વ્યક્તિ પર જ્યારે ટીકાઓનો વરસાદ થતો હોય છે, ત્યારે તેણે પોતાના પ્રદર્શનથી તે ટીકાકારોના મોં બંધ કરી દેવા જોઈએ. આજ કામ કરી બતાવ્યુ છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના ખેલાડીઓએ. ભારતીય ક્રિકેટ ટીમ (Team India) સામે બીજી ટેસ્ટના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટરોએ જોરદાર ટક્કર આપી હતી. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ ભારતીય બેટ્સમેનોને તેમની રમતથી હેરાન કર્યા હતા. પણ 500મી મેચ રમવા માટે મેદાન પર ઉતરનાર કોહલીએ શાનદાર ફિફટી ફટકારી ભારતીય ટીમને રાહત આપી હતી. 

ડોમિનિકામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે સરેન્ડર કરી દીધુ હતુ. પણ પોર્ટ ઓફ સ્પેનના Queens Park Ovalની ઐતિહાસિક મેચમાં વેસ્ટ ઈન્ડિઝ પોતાનું સન્માન બચાવવા માટે ઉતરી છે. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે આ 100મી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. વિરાટ કોહલીની આ 500મી મેચ છે. તે ભારત માટે 500મી મેચ રમનાર ચોથો ખેલાડી બન્યો છે.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

આ પણ વાંચો : 18 વર્ષની ઉંમરે ઇસ્લામ માટે નિવૃત્તિ, પાકિસ્તાની ક્રિકેટર આયેશા નસીમની ચોંકાવનારી જાહેરાત

ભારતીય ઓપનર્સે અપાવી શાનદાર શરુઆત

 

પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરોને રડાવનાર ભારતીય ઓપનિંગ જોડીએ બીજી ટેસ્ટમાં પણ આક્રમક રમત રમી હતી. પ્રથમ સેશનમાં પોતાની ફિફટી પૂરી કરીને બંનેએ ભારતનો સ્કોર 121 રન કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માનો પૂલ શોર્ટ અને કવર ડ્રાઈવએ ફેન્સના દિલ જીતી લીધા હતા. છેલ્લી મેચની સરખામણીમાં યશસ્વી જયસ્વાલ આ મેચમાં ઝડપથી રમતો જોવા મળ્યો હતો. તેણે 49 બોલમાં ફિફટી ફટકારી હતી.

લંચ બાદ ભારતીય ઓપનર્સ મેદાન પર વધારે ટકી શક્યા ન હતા. બીજા સેશનમાં 57 રન બનાવીને જયસ્વાલ કેચ આઉટ થયો હતો. ત્રીજા નંબર પર શુભમન ગિલ ફરી નિષ્ફળ રહ્યો હતો. તે પણ 10 રન બનાવીને કેચ આઉટ થયો હતો. કેપ્ટ રોહિત શર્મા સેન્ચુરી ચૂક્યો હતો, 80 રન બનાવીને તે સ્પિનર જોમેલ વારિકનની ઓવરમાં બોલ્ડ થયો બતો.

આ પણ વાંચો : ODI વર્લ્ડ કપ 2023ના પ્રોમોમાં જોવા મળ્યો શાહરૂખ ખાનનો ‘ચક દે’ અવતાર, જુઓ Video

500મી મેચમાં ફિફટી

 

મુશ્કેલ સમયમાં કોહલી અને જાડેજાએ ઈનિંગ સંભાળી હતી. 500મી મેચમાં કોહલીએ 97 બોલમાં ફિફટી ફટકારી હતી. તેના કરિયરની આ 30મી ફિફટી હતી. ત્રીજા સેશનના અંતે કોહલી 87 રન અને જાડેજા 36 રન સાથે રમી રહ્યા હતા. ભારતીય ટીમનો સ્કોર પ્રથમ દિવસે 4 વિકેટના નુકશાન સાથે 288 રન રહ્યો હતો.

આ પણ વાંચો : IND vs WI: સિક્કો ઉછાળતાની સાથે જ રચાયો ઈતિહાસ, 3 ખેલાડીઓને મળ્યું ખાસ સ્થાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article