IND vs SL: ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-5 ભારતીય સ્પિનર, જાણો કોણ છે નંબર-1

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. સ્પિન બોલિંગ ટીમ ઈન્ડિયાની તાકાત રહી છે અને ટેસ્ટ ફોર્મેટમાં તો ભારતીય સ્પિનરો ડંકો વાગે છે. ચાલો ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલરો પર નજર કરીએ.

| Updated on: Aug 14, 2026 | 5:05 PM
1 / 6
15 ઓગસ્ટથી ભારત-શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થશે. પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમ ત્રણ સ્પિનરોને તક આપે તેવી શક્યતા છે. સ્પિનરો હંમેશા ભારતીય ટીમના હુકમના એક્કા સાબિત થયા છે.  ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય સ્પિનરોનો દબદબો રહ્યો છે.

2 / 6
ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલરોમાં અનિલ કુંબલે નંબર-1 છે. ભારતના સૌથી સફળ ટેસ્ટ બોલર અનિલ કુંબલેએ 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ ઝડપી છે. કુંબલેના નામે એક ઇનિંગમાં 10 વિકેટ લેવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ છે.

3 / 6
બીજા ક્રમે રવિચંદ્રન અશ્વિન છે. આર અશ્વિન ભારતના આધુનિક યુગના સૌથી સફળ સ્પિનરોમાંથી એક છે. તેણે 106 ટેસ્ટમાં 537 વિકેટ ઝડપી છે. ઓફ સ્પિનર અશ્વિન પોતાની વૈવિધ્યસભર બોલિંગથી લાંબા સમય સુધી બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરતો રહ્યો છે.

4 / 6
હરભજન સિંહ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. ‘ભજ્જી’ તરીકે જાણીતા હરભજન સિંહે ભારત માટે 103 ટેસ્ટ મેચ રમી અને 417 વિકેટ ઝડપી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારા ભારતનો પ્રથમ બોલર છે.

5 / 6
ગુજરાતનો રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં ભારતનો ચોથો સૌથી સફળ સ્પિનર છે. ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 86થી વધુ ટેસ્ટમાં 330થી વધુ વિકેટ ઝડપી છે. તે દમદાર બોલિંગ ઉપરાંત મજબૂત બેટિંગ અને શાનદાર ફિલ્ડિંગ પણ કરે છે.

6 / 6
ભારતના દિગ્ગજ ડાબોડી સ્પિનર બિશન સિંહ બેદી આ યાદીમાં પાંચમા ક્રમે છે. બિશન સિંહ બેદીએ 67 ટેસ્ટમાં 266 વિકેટ ઝડપી હતી. તેમની શાનદાર ફ્લાઇટ અને ચોકસાઈભરી બોલિંગ માટે તેઓ જાણીતા હતા. (PC:PTI/X)

Published On - 5:04 pm, Fri, 14 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.