હવે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરૂ થવામાં માત્ર 48 કલાક બાકી છે, પરંતુ તે પહેલા જ યજમાન શ્રીલંકાની ટીમ મોટી મુશ્કેલીમાં છે. શ્રીલંકાની ટીમે T20 સિરીઝ શરૂ થવાના 24 કલાક પહેલા પોતાના બે ખેલાડીઓને ગુમાવ્યા છે. બુધવારે શ્રીલંકન ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા ઈજાના કારણે બહાર થઈ ગયો હતો અને હવે ગુરુવારે ફાસ્ટ બોલર નુવાન તુષારા પણ T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તુષારાને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ છે, જેના કારણે તે આગામી કેટલાક દિવસો સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નુવાન તુષારા બુધવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘાયલ થયો હતો. તુષારા ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને આ દરમિયાન તેના ડાબા હાથની એક આંગળી તૂટી ગઈ. આંગળીમાં ફ્રેક્ચર છે અને તેને આ ઈજામાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે. તુષારાનું બહાર થવું શ્રીલંકા માટે મોટો ફટકો છે, કારણ કે આ ખેલાડી T20માં શ્રીલંકાનો વિકેટટેકિંગ બોલર છે. તાજેતરમાં, આ ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં 3 મેચમાં હેટ્રિક સહિત 8 વિકેટ ઝડપી હતી. તુષારા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો છે અને અને રોહિત શર્મા-હાર્દિક પંડ્યા સાથે ઘણો સમય વિતાવ્યો છે.
Update
Nuwan Thushara is now ruled out of the T20I series vs India!
He has broken a finger in his left hand during a fielding practice session!
Another blow for the Lankans!#SLvIND pic.twitter.com/TwChLmlsag
— RevSportz Global (@RevSportzGlobal) July 25, 2024
શ્રીલંકાની ટીમે હજુ સુધી નુવાન તુષારાના સ્થાને ખેલાડીની જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવે છે કે ડાબોડી ઝડપી બોલર દિલશાન મધુશંકાને T20 ટીમમાં તક આપવામાં આવી શકે છે. દુષ્મંથા ચમીરાની વાત કરીએ તો તેની જગ્યાએ આસિતા ફર્નાન્ડોને ટીમમાં જગ્યા મળી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે. આ પછી આવતા મહિને ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે.
આ પણ વાંચો: જો આમ થશે તો 5 વર્ષ સુધી કોઈ ખેલાડી ટીમ બદલી શકશે નહીં, IPL ફ્રેન્ચાઈઝીએ આશ્ચર્યજનક માંગ કરી