INDvs SL: શ્રીલંકન ઓલરાઉન્ડર ચામિકાએ ભારતના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાને પોતાનો રોલ મોડલ માન્યો

|

Jul 27, 2021 | 9:53 AM

ભારતીય ટીમ (Team India) નો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લી કેટલીક મેચોમાં, મોટી ઇનીંગ રમવામાં સફળ રહ્યો નથી. જેને લઇ તે વિશ્લેષકોના નિશાના પર લાગી ચુક્યો છે.

INDvs SL: શ્રીલંકન ઓલરાઉન્ડર ચામિકાએ ભારતના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાને પોતાનો રોલ મોડલ માન્યો
Chamika Karunaratne-Hardik Pandya

Follow us on

INDvs SL: ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આજે બીજી T20 મેચ કોલંબોમાં રમાનારી છે. ભારતીય ટીમ ત્રણ T20 મેચની શ્રેણીમાં 1-0 થી આગળ છે. ભારતે આ પહેલા વન ડે શ્રેણીમાં વિજય મેળવ્યો હતો. હવે ભારતીય ટીમ T20 શ્રેણી જીતવા માટે મંગળવારે મેદાનમાં કમર કસી લેશે. ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ, શ્રીલંકન ખેલાડી ચામિકા કરુણારત્ને (Chamika Karunaratne) ને એક ખાસ ગીફ્ટ આપી છે. ચામિકાએ તેનો એક વિડીયો શેર કરીને હાર્દિક પંડ્યાને પોતાનો રોલ મોડલ બતાવ્યો હતો.

હાર્દિક પંડ્યા હજુ સુધી શ્રીલંકા પ્રવાસમાં ખાસ દેખાવ પ્રદર્શીત કરી શક્યો નથી. તેનુ બેટ પણ ખાસ ગરજી શક્યુ નથી. હાર્દિક પંડ્યા પર હવે આલોચકો પણ નિશાન તાકી રહ્યા છે. ચામિકા કરુણારત્ને એ રવીવારે રમાયેલી પ્રથમ T20 મેચ રમીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. જેને લઇને હાર્દિક પંડ્યાએ ચામિકાને બેટ ગીફ્ટ કર્યુ હતુ.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

ભારતીય ઓલરાઉન્ડપ હાર્દિક પંડ્યાનુ બેટ સ્વિકાર કરવાને લઇને ચામિકાએ ગૌરવનો અહેસાસ કર્યો હોવાનુ કહ્યુ હતુ. ચામિકાએ બેટ ગીફ્ટ મળ્યાનો વિડીયો શેર કર્યો હતો. જેને હાર્દિક પંડ્યાએ તે પોષ્ટને પોતાની ઇન્સ્ટા સ્ટોરી તરીકે શેર કરી હતી. ચામિકા એ વિડીયો શેર કરતા લખ્યુ હતુ કે, પોતાની T20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચ પર રોલ મોડલ હાર્દિક પંડ્યા થી બેટ મેળવીને ખૂબ ગૌરવ અનુભવુ છું. તમે એક શાનદાર માણસ છો, તમે આ જે કર્યુ તેના મારુ દીલ જીતી લીધુ છે. હું આ દિવસ ક્યારેય નહી ભુલી શકુ. ભગવાનની કૃપા હંમેશા આપની પર બની રહે.

ચામિકા 7 વન ડે અને 1 ટેસ્ટ રમી  ચુક્યો છે.

ચામિકા કરુણારત્ને શ્રીલંકન ઓલરાઉન્ડર છે. જેણે ભારત સામેની શ્રેણીમાં T20 આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કર્યુ હતુ. આ પહેલા તે 7 વન ડે મેચ રમી ચુક્યો છે. તેમજ શ્રીલંકા વતી એક ટેસ્ટ શ્રેણી રમી ચુક્યો છે. ભારત સામેની બીજી મેચની પ્લેયીંગ ઇલેવનમાં મહત્વના ઓલરાઉન્ડર તરીકે મેદાને ઉતરશે. ભારતીય ટીમે શ્રીલંકાને 38 રન થી હાર આપી હતી. શ્રીલંકન ટીમ 19મી ઓવર માં 126 રન પર જ સમેટાઇ ગઇ હતી.

 

આ પણ વાંચોઃ Silver medallist : ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુનુ ભારતમાં ભવ્ય સ્વાગત, મણિપુર સરકારે Additional SP બનાવી

Next Article