IND vs SL: ભારત સામે શ્રીલંકાએ રોમાંચક સ્થિતીમાં 4 વિકેટે મેળવી જીત, T20 શ્રેણી 1-1થી બરાબર

|

Jul 28, 2021 | 11:50 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka ) વચ્ચેની 'T20 સિરીઝ હવે 1-1થી બરાબર થઈ ચુકી છે. ભારતીય ટીમની ધીમી રમતે મોટો સ્કોર ખડકી નહીં શકતા ભારતે મેચ ગુમાવવાનું પરીણામ મેળવવુ પડ્યુ હતુ. સાથે જ શ્રેણી પર કબ્જો કરવાની તક ગુમાવી હતી.

સમાચાર સાંભળો
IND vs SL: ભારત સામે શ્રીલંકાએ રોમાંચક સ્થિતીમાં 4 વિકેટે મેળવી જીત, T20 શ્રેણી 1-1થી બરાબર
India vs Sri Lanka

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આજે કોલંબોમાં T20 શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. જે મેચ અગાઉ મંગળવારે રમાનારી હતી. કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત થતા મેચને એક દિવસ માટે ટાળી દેવામાં આવી હતી. શિખર ધવને (Shikhar Dhawan) 40 રનની ઈનીંગ રમી હતી. ભારતીય ટીમ (Team India)ની ધીમી રમતને લઈને ભારત મોટો સ્કોર ખડકી શક્યુ નહોતુ. જેને લઈ ભારતે આપેલા 133 રનના પડકારને શ્રીલંકાએ 6 વિકેટે પાર પાડ્યો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શ્રીલંકાની બેટીંગ ઈનીંગ

ભારતીય ટીમે શ્રીલંકા સામે 133 રનનો પડકાર રાખ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાએ શરુઆત ધીમી કરી હતી. રક્ષણાત્મક રીતે પીછો કરવાની પ્રયાસ કર્યો હતો. પરંતુ 12 રનના સ્કોર પર જ ત્રીજી ઓવરમાં શ્રીલંકાએ આવિષ્કા ફર્નાન્ડોની મહત્વની વિકેટ ગુમાવી હતી. આવિષ્કાએ 11 રન 13 બોલમાં કર્યા હતા. સાદિરા સમરવિક્રમાએ 12 બોલમાં 8 રન કર્યા હતા. કેપ્ટન દાસુન શનાકાએ 6 બોલમાં 3 રન કર્યા હતા. તે કુલદીપ યાદવની વાઈડ બોલની જાળમાં ફસાઈ ગયો હતો.

 

મિનોદ ભાનુકાને એક જીવનદાન મળ્યા બાદ તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. 31 બોલમાં 36 રન બનાવીને તે કેચ આઉટ થયો હતો. હસારંગાએ 11 બોલમાં 15 રન બનાવ્યા હતા. રમેશ મેન્ડીસે 2 રન કર્યા હતા. ચામિકા કરુણારત્ને 6 બોલમાં 12 રન કર્યા હતા. ડી સિલ્વાએ મહત્વની રમત રમી બતાવી હતી, તેણે 34 બોલમાં 40 રન કર્યા હતા. ડી સિલ્વાએ જીત સુધી અણનમ રહ્યો હતો.

 

ભારતની બોલીંગ ઈનીંગ

કુલદીપ યાદવે શાનદાર બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરીયા ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 3.4 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી.

ભારતીય બેટીંગ ઇનીંગ

ભારતીય ટીમે શરુઆત શાનદાર કરી હતી. ભારતીય ટીમ વતી શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડે ઓપનીંગ કર્યુ હતુ. બંનેએ 49 રનની ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડે 18 બોલમાં 21 રનની રમત રમી હતી. શિખર ધવન ધનંજયની ઓવરમાં ખરાબ શોટ રમવાનો પ્રયાસ કરતા ક્લીન બોલ્ડ થયો હતો. તેણે 40 રન 42 બોલમાં કર્યા હતા. સેટ થયા બાદ ધવને વિકેટ ગુમાવતા ટીમને મોટો ફટકો પડ્યો હતો.

 

 

ભારતે ત્રણ વિકેટ ક્લીન બોલ્ડના સ્વરુપમાં ગુમાવી હતી. પડીક્કલ પણ હસારંગાના બોલને થાપ ખાઈ જતા બોલ્ડ થયો હતો. તે 23 બોલમાં 29 રન કરીને આઉટ થયો હતો. સંજૂ સેમસન 13 બોલમાં 7 રન કરીને બોલ્ડ થયો હતો. નિતીશ રાણાએ 12 બોલમાં 9 રન કર્યા હતા. ભૂવનેશ્વર કુમાર 11 બોલમાં 13 રન કરી અણનમ રહ્યો હતો.

શ્રીલંકા બોલીંગ ઇનીંગ

ભારત સામે શ્રીલંકાએ 8 બોલરોને અજમાવી લીધા હતા. કેપ્ટન દાસુન શનાકાએ ભારતીય બેટ્સમેનોની વિકેટ ઝડપવા માટે બોલીંગમાં સતત પરીવર્તન કર્યા હતા. અકીલા ધનંજયને 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. હસારંગા 4 ઓવરમાં 30 રન આપી 1 વિકેટ ઝડપી હતી. શનાકાએ 2 ઓવર કરીને 1 વિકેટ મેળવી હતી. ચામિરાએ 4 ઓવર કરીને 23 રન આપી 1 વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચો: Sachin Tendulkarની મદદથી ખેડૂત પુત્રી ડોક્ટર બનવાનું સપનુ પુરુ કરી શકી, અભ્યાસ માટે કરી મદદ

Next Article