Ind vs SL: શ્રીલંકા ઉતરતા દરજ્જાની ટીમને મેદાને ઉતારવા મજબૂર બનશે, નવા અને જૂનિયર ચહેરા જોવા મળશે

|

Jul 04, 2021 | 7:39 PM

શ્રીલંકા ક્રિકેટમાં વિવાદો હવે બોર્ડની મજબૂરી વધારી શકે છે. ભારતીય ટીમ (Team India) પણ યુવા અને જૂનિયર ખેલાડીઓથી ટક્કર લેશે.

Ind vs SL: શ્રીલંકા ઉતરતા દરજ્જાની ટીમને મેદાને ઉતારવા મજબૂર બનશે, નવા અને જૂનિયર ચહેરા જોવા મળશે
Sri Lanka Cricket Team

Follow us on

ભારતીય સિનીયર ટીમ હાલમાં ઇંગ્લેંન્ડ પ્રવાસે (England Tour) છે. વિરાટ કોહલી (Virat Kohli) અને હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastry) સહિતના સિનીયરો હાલમાં ઇંગ્લેંડના પ્રવાસે છે. આ દરમ્યાન ભારત અને શ્રીલંકા (India vs Sri lanka) વચ્ચે દોઢેક સપ્તાહ બાદ વન ડે શ્રેણી રમાનાર છે. ભારતે સિનીયર ખેલાડીઓની હાજરી વિનાની ટીમ શિખર ધવન (Shikhar Dhawan) ની કેપ્ટનશીપ હેઠળ શ્રીલંકા પ્રવાસે મોકલી છે. હવે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે (Sri Lanka Cricket Bord) પણ બીજા વર્ગની ટીમને ભારત સામે મેદાને ઉતારવા માટેના સંકેતો આપ્યા છે.

હવે ભારત સામે બીજા વર્ગની ટીમને ભીડાવવા માટે શ્રીલંકાએ તજવીજ શરુ કરી છે. જોકે હકીકતમાં શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ સામે ખેલાડીઓએ ખુલ્લો મોરચો માંડ્યો છે. જેને લઇને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ માટે ખેલાડીઓને લઇને માથુ ખંજવાળવા જેવી સ્થિતી છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરે લાજ રાખવા માટે ત્રણ ખેલાડીઓને બહાર રાખવાની સજા કરવી જરુરી બની હતી. જે ત્રણ ખેલાડીઓએ ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન બાયોબબલનો ભંગ કરી રસ્તા પર ભટકી રહ્યા હતા. આવામાં હવે શ્રીલંકન ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલ સ્થિતિ છે.

મીડિયા રિપોર્ટસ દ્વારા જાણકારી વહેતી થઇ હતી કે, ભારતીય ટીમ સામે શ્રીલંકા એવી જ ટીમ મેદાને ઉતારી શકે છે. જોકે ભારતીય ટીમના દમને જોવામાં આવે તો, શિખર ધવન, પૃથ્વી શો, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે. શ્રીલંકામાં રહેલી ભારતીય ટીમ વિશ્વની કોઇ પણ ટીમની સામે ઉતરવા માટે મજબૂત છે. કોરોના કાળમાં ક્વોરન્ટાઇન પિરીયડ સહિતની ગાઇડલાઇનનું પાલન જરુરી છે. આવી સ્થિતીમાં પહેલાની માફક એકથી બીજા દેશમાં પહોંચી ટૂંકા સમયમાં મેદાને ઉતરવું અશક્ય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પહેલાથી જ નિશ્વિત હતી ભારતીય ટીમની વાત

જ્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આ તમામ હકિકતથી વાકેફ છે. શ્રેણીના આયોજન સમયથી શ્રીલંકા આ બાબતો વાકેફ છે કે, ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ઇંગ્લેંન્ડ પ્રવાસમાં વ્યસ્ત હશે. આવા સંજોગોમાં મર્યાદિત ઓવરની અલગ ટીમ શ્રીલંકા મોકલશે. જ્યારે શ્રીલંકા સામે તો ખેલાડીઓએ ખુલ્લો મોરચો ચલાવ્યો હોય ટીમની રચના કરવી મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતીમાં તમે નવા ચહેરા અને જૂનિયર ખેલાડીઓથી જ કામ ચલાવવાનુ છે.

કોન્ટ્રાક્ટ વિવાદથી શ્રીલંકા મજબૂર સ્થિતિમાં

જોકે ભારત સામેની શ્રેણીની શરુઆત પહેલા શ્રીલંકન ખેલાડીઓનો કોન્ટ્રાક્ટ વિવાદ ખતમ થાય તેની રાહ જોવાઇ રહી છે. પાંચ ખેલાડીઓ કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે તૈયાર નથી. સાથે જ બોર્ડ દ્વારા આયોજીત કેમ્પમાં પણ સામેલ નહી થવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આમ કેપ્ટન બોર્ડ અને ખેલાડી વચ્ચેનો વિવાદ શ્રીલંકાને ભારત સામેની શ્રેણી માટે ટીમ પસંદ કરવા માટે કેટલીક મજબૂરીઓને માન આપવુ પડશે.

આ પણ વાંચોઃ  IND vs SL: ભારત પાસે જે શરમજનક રેકોર્ડ હતો એ હવે શ્રીલંકન ટીમના નામે નોંધાયો, જાણો શું હતો રેકોર્ડ

Next Article