IND vs SL: દિપક ચાહરની ઈનિંગ્સમાં MS ધોનીનો પ્રભાવ, કહ્યું પૂર્વ કેપ્ટનની સલાહ અપનાવી જીત મેળવી

|

Jul 22, 2021 | 11:44 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે રમાયેલી બીજી વન ડે મેચમાં દિપક ચાહર અને ભૂવનેશ્વર કુમારે શાનદાર ભાગીદારી રમત રમી હતી. જેને લઇને ભારતે મેચ જીતી શ્રેણી પર કબ્જો કર્યો હતો.

IND vs SL: દિપક ચાહરની ઈનિંગ્સમાં MS ધોનીનો પ્રભાવ, કહ્યું પૂર્વ કેપ્ટનની સલાહ અપનાવી જીત મેળવી
MS Dhoni-Deepak Chahar

Follow us on

શ્રીલંકા (Sri Lanka) સામેની બીજી વનડે મેચમાં ભારત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયુ હતુ. જેમાંથી બહાર નિકાળી દિપક ચાહરે (Deepak Chahar) ટીમ ઈન્ડીયાને જીત અપાવી હતી. ચહરે કહ્યું હતુ કે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) પાસેથી તેણે બેટિંગ વિશે મહત્ત્વના પાઠ શીખ્યા હતા. જેનો તેણે અમલ કર્યો હતો આ મેચમાં ધોનીએ તેની લાંબી કરિયર દરમ્યાન અનેકવાર ટીમ ઈન્ડીયા (Team India)ને જીત અપાવી છે. જે લક્ષ્યનો પીછો કરતા અંત સુધી ટકીને જીત અપાવી હતી.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં, IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે પણ કેપ્ટન ધોનીએ આ ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં ચાહર પર તેની અસર થવાની હતી, જે CSKમાં 3 સીઝનથી ધોનીના નેતૃત્વ હેઠળ રમી રહ્યો છે. જેની અસર તેની પર થવી સ્વાભાવિક છે. તેણે ટીમ ઈન્ડિયાને મહત્વપૂર્ણ વિજય અપાવ્યો. હતો. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (BCCI)એ દીપક ચાહરનો એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો, જેમાં ભારતીય સ્ટાર ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન ધોનીની ખાસ સલાહ અને તેની અસર અંગે સમજાવતો જોવા મળ્યો હતો.

 

ચાહરે કહ્યું, “સ્વાભાવિક છે કે તેનો મોટો પ્રભાવ છે. માત્ર CSK જ નહીં, પણ તેને નાનપણથી જ જોતા હતા કે, મેચને કેવી રીતે નજીક લઈ જવી જોઈએ. જ્યારે તેમની સાથે વાત થાય છે, ત્યારે તે કહે છે કે મેચને અંત સુધી લઈ જવી તમારા હાથમાં છે. તમે તેને અંત સુધી લઈ જાઓ, ત્યાર પછી હાર-જીત થોડી ઓવરની જ રહે છે. છેલ્લી ઓવરમાં પરિણામ ગમે તે હોય તેમાં રોમાંચ ઘણો હોય છે અને દર્શકોનું મનોરંજન રહે છે.

શ્રીલંકન બોલરોએ સર્જી હતી મુશ્કેલી

જુલાઈ 20, 2021માં શાનદાર ઈનિંગ્સ અને યાદગાર ભાગીદારીથી ભારતે શ્રીલંકાને 3 મેચની શ્રેણીમાં 2-0થી હરાવી અણનમ લીડ મેળવી લીધી છે. શ્રીલંકાના બોલરોએ મંગળવારે યોજાયેલી શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી. ભારતે 194 રન સુધી ટોચના 7 બેટ્સમેનની વિકેટ ગુમાવી દીધી હતી.

8મી વિકેટ માટે જબરદસ્ત ભાગીદારી રમત

આ પછી દિપક ચાહર અને ભુવનેશ્વર કુમાર જેવા બોલરોએ મળીને ટીમને હારની બાજી જીતમાં પલટી હતી. બંને વચ્ચે 8મી વિકેટ માટે 84 રનની અજેય ભાગીદારી નોંધાઈ હતી. છેલ્લી ઓવરમાં શ્રીલંકા તરફથી ટીમ ઈન્ડિયાએ લક્ષ્ય હાંસલ કર્યું હતું. ચાહરે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી હતી.

 

આ પણ વાંચો: Cricket: MS ધોની પોતાના કરિયરનો દુશ્મન હતો કે બીજુ કોઈ? પાર્થિવ પટેલે કર્યો ખુલાસો

Next Article