IND vs SL: શેફાલી અને મંધાના વચ્ચે 174 રનની ભાગીદારી, ભારત 10 વિકેટે જીત્યું

|

Jul 04, 2022 | 5:00 PM

ભારતીય મહિલા ટીમે (Indian women's team) બીજી વનડેમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવી સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.

IND vs SL: શેફાલી અને મંધાના વચ્ચે 174 રનની ભાગીદારી, ભારત 10 વિકેટે જીત્યું
શેફાલી અને મંધાના વચ્ચે 174 રનની ભાગીદારી
Image Credit source: PTI

Follow us on

IND vs SL: સ્મૃતિ મંધાના (smriti mandhana) અને શેફાલી વર્માની જોડીએ મળીને 146 બોલ પહેલા જ ભારતને મોટી જીત અપાવી હતી. ભારતીય ટીમે સીરિઝમાં પણ 2-0ની સરસાઈ મેળવી લીધી છે. સ્મૃતિ મંધાના (smriti mandhana) અને શેફાલી વર્મા વચ્ચે 174 રનની ભાગીદારીના આધારે ભારતે સોમવારે બીજી વનડેમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ભારતીય ટીમે 146 બોલ પહેલા જ હાંસલ કરી લીધો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-0ની લીડ પણ મેળવી લીધી છે. મંધાના અને શેફાલી ભારતની જીતમાં ચમક્યા. બંનેએ સાથે મળીને શ્રીલંકાના બોલરોને ખૂબ માત આપી હતી. આ ભારતીય જોડી પહેલા બોલર રેણુકા સિંહે અજાયબી કરી બતાવ્યું, જેણે 28 રનમાં 4 વિકેટ લઈને શ્રીલંકાને મોટો સ્કોર કરતા રોક્યો.

શ્રીલંકા પર રેણુકા ભારે પડી

આ પહેલા ભારતે ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત કૌરનો આ નિર્ણય પણ સાચો સાબિત થયો. રેણુકાએ શ્રીલંકાને પહેલી ઓવરમાં જ હસીના પરેરાના રૂપમાં શૂન્ય પર પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી રેણુકાએ વિશ્મીને 7 રન પર આઉટ કરીને બીજો ઝટકો આપ્યો હતો. બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા બાદ શ્રીલંકાની ટીમ આગળ વધી શકી ન હતી અને એક પછી એક તેમની વિકેટો પડતી રહી હતી. જોકે કંચના 47 રને અણનમ રહી હતી. તેના સિવાય નિલાક્ષીએ 32 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 173 રન જ બનાવી શકી હતી. રેણુકા ઉપરાંત દીપ્તિ શર્મા અને મેઘના સિંહને 2-2 સફળતા મળી હતી.

મંધાના અને શેફાલી વચ્ચે ભાગીદારી

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે તોફાની શરૂઆત કરી હતી અને રેણુકા બાદ શેફાલી વર્મા અને મંધાનાનો કહેર શ્રીલંકા પર તૂટી પડ્યો હતો. ભારતીય ઓપનરોએ શ્રીલંકાના બોલરોની બંને છેડેથી ધોલાઈ કરી હતી. મંધાના તેની સદી પૂરી કરી શકી ન હતી. તે 94 રન બનાવી અણનમ રહી હતી. તેણે 83 બોલમાં 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે શેફાલીએ 71 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા. શેફાલીએ 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.

Next Article