Ind vs SL: શ્રીલંકા સામે જીત મેળવતા જ ભારત વિશ્વકપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ટોચની પાંચ ટીમમાં સામેલ

|

Jul 19, 2021 | 11:46 AM

ભારતીય ટીમે (Team India) શ્રીલંકા સામે શાનદાર રમત રમી હતી. 263 રનના લક્ષ્યને 13 ઓવર બાકી રાખીને પાર કરી લીધુ હતુ. ડેબ્યૂટન્ટ ઇશાન કિશને (Ishan Kishan) ઝડપી અર્ધશતક લગાવ્યુ હતુ. મંગળવારે બંને દેશ વચ્ચે બીજી વન ડે મેચ રમાનારી છે.

Ind vs SL: શ્રીલંકા સામે જીત મેળવતા જ ભારત વિશ્વકપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ટોચની પાંચ ટીમમાં સામેલ
India vs Sri Lanka

Follow us on

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે રમાઇ રહેલી વન ડે શ્રેણીની પ્રથમ મેચ માં જીત ભારતે જીત મેળવી હતી. ભારતીય ટીમે (Team India) 263 રનનો પડકાર 37 મી ઓવરમાં જ પાર કરી લીધો હતો. શિખર ધવને (Shikhar Dhawan) કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં જ શાનદાર 86 રનની અણનમ ઇનીંગ રમી હતી. ભારતીય ટીમને આ જીત સાથે જ ICC વિશ્વવકપ સુપર લીગ પોઇન્ટ ટેબલમાં ફાયદો મળ્યો છે. ટીમ ઇન્ડીયાનો સામાવેશ હવે ટોપ 5 માં થયો છે. જ્યારે બાંગ્લાદેશ (Bangladesh) બીજા સ્થાન પર મજબૂત સ્થિતીમાં રહ્યુ છે.

ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ (Zimbabwe vs Bangladesh) વચ્ચે રવિવારે વન ડે મેચ રમાઇ હતી. જેમાં બાંગ્લાદેશ એ 3 વિકેટ થી જીત મેળવી હતી. જે જીત સાથે બાંગ્લાદેશનુ બીજા નંબરનુ સ્થાન વધુ મજબૂત સ્થિતીમાં આવી ચુક્યુ હતુ. આમ રવિવારે બે વન ડે મેચ રમાઇ હતી. જે બંને વન ડે મેચ બાદ પોઇન્ટ ટેબલમાં ફેરફાર સર્જાયા હતા. ભારતીય ટીમે શ્રીલંકા સામે ીત સાથે 10 પોઇન્ટ મેળવ્યા હતા. આ સાથે જ ભારત પાસે હવે 39 પોઇન્ટ થઇ ચુક્યા છે.

વિશ્વકપ સુપર લીગ હેઠળ ભારતે 7 વન ડે મેચ રમી હતી. જેમાં 4 મેચ ભારત જીતી ચુક્યુ છે. જ્યારે 3 મેચમાં ભારતે હાર મેળવી હતી. હાર મળવા પર એક પણ પોઇન્ટ મળતો નથી. જ્યારે જીતના 10 પોઇન્ટ મળતા હોય છે. રદ અથવા ટાઇ થવાની સ્થિતીમાં 10 પોઇન્ટને બંને ટીમો વચ્ચે 5-5 પોઇન્ટ મુજબ વહેંચી દેવામાં આવે છે. સ્લો ઓવર રેટને લઇને પણ પોઇન્ટ કાપી લેવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
  ICC વિશ્વવકપ સુપર લીગ પોઇન્ટ ટેબલ
રેન્ક ટીમ મેચ જીત હાર ટાઇ અનિર્ણિત પોઇન્ટ
1 ઇંગ્લેંન્ડ 15 9 5 0 1 95
2 બાંગ્લાદેશ 11 7 4 0 0 70
3 ઓસ્ટ્રેલિયા 6 4 2 0 0 40
4 પાકિસ્તાન 9 4 5 0 0 40
5 ભારત 7 4 3 0 0 39
6 આયરલેન્ડ 12 3 8 0 1 35
7 ન્યૂઝીલેન્ડ 3 3 0 0 0 30
     8 અફઘાનિસ્તાન 3 3 0 0 0 30
9 વેસ્ટઇન્ડીઝ 6 3 3 0 0 30
     10 દક્ષિણ આફ્રિકા 6 2 3 0 1 24
11 નેધરલેન્ડ 3 2 1 0 0 20
12 શ્રીલંકા 10 1 8 0 1 13
13 ઝિમ્બાબ્વે 5 1 4 0 0 10

હજુ બાકી રહેલી મેચ જીતી પોઇન્ટ વધારવાની આશા

પોઇન્ટ ટેબલમાં સોથી ટોચ પર ઇંગ્લેન્ડની ટીમ છે. તેણે 15 મેચ રમી છે. જેમાંથી 9 મેચમાં જીત મેળવી છે. આમ ઇંગ્લેન્ડના ખાતામાં 95 પોઇન્ટ છે. ભારત પાંચમાં સ્થાને પહોંચતા અગાઉ 9 માં સ્થાન પર હતુ. ભારત ને માટે હજુ શ્રીલંકા સામે 2 વન ડે મેચ રમવાની હોઇ ક્રમાંકમાં આગળ જવા માટે તક છે. શ્રીલંકા સાથે ની શ્રેણીમાં ભારતીય ટીમ ત્રણેય મેચ જીતી લેશે તો, યાદીમાં ત્રીજા સ્થાન પર પહોંચી શકે છે. ભારત થી આગળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: આ ભારતીય ખેલાડીઓ મેડલ મેળવે તે માટે USA અને કેનેડા જેવા દેશ કરી રહ્યા છે પ્રાર્થના, જાણો કેમ

Next Article