IND VS SL: હાર્દિક પંડ્યાએ 10 વર્ષ પહેલા કરેલી ફટકાબાજીનો વીડિયો થયો વાયરલ

|

Jul 01, 2021 | 8:15 PM

2011 દરમ્યાન હાર્દિક પંડ્યા ગુજરાતમાં સ્થાનિક ક્રિકટ રમતો હતો. તે વખતનો તેનો એક સ્થાનિક મેચનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. જેમાં તે બેટીંગ કરીને ધમાચકડી મચાવી રહ્યો છે.

IND VS SL: હાર્દિક પંડ્યાએ 10 વર્ષ પહેલા કરેલી ફટકાબાજીનો વીડિયો થયો વાયરલ
Hardik Pandya

Follow us on

ટીમ ઈન્ડીયા (Team India)ની બીજી ટીમ વ્હાઈટ બોલ સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચી ચુકી છે. શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) રહેલી ટીમ ઈન્ડીયાના સભ્ય તરીકે હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો પણ સમાવેશ છે. હાર્દિક પંડ્યા પહેલાથી જ સ્ફોટક બેટ્સમેન તરીકે જાણીતો છે. શ્રીલંકામાં પણ T20 અને વન ડે શ્રેણીમાં સ્ફોટક રમત દર્શાવે તેવી આશા વર્તાઈ રહી છે. જોકે આ દરમ્યાન હાર્દિકનો 10 વર્ષ જૂનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

હાર્દિક પંડ્યા શાનદાર ઓલરાઉન્ડર છે. તેની રમતમાં હિટીંગનો પાવર જોવા મળતો હોય છે. તે ક્રિઝ પર ઉભો હોય ત્યારે ટીમનું સ્કોર બોર્ડ ઝડપથી આગળ વધવાની આશા ફેન્સને હોય છે. 2011 દરમ્યાન હાર્દિક પંડ્યા ગુજરાતમાં સ્થાનિક ક્રિકટ રમતો હતો. તે વખતનો તેનો એક સ્થાનિક મેચનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. જેમાં તે બેટીંગ કરીને ધમાચકડી મચાવી રહ્યો છે. જે વીડિયોની લીંક હાર્દિકે પોતાની સ્ટોરીમાં શેર કરી હતી.

 

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતુ. જ્યારે વર્ષ 2015માં આઈપીએલ ડેબ્યૂ કર્યુ હતુ. તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) સાથે જોડાયો હતો. જે અત્યાર સુધી મુંબઈ ઈન્ડીયન્સનો સતત હિસ્સો બની રહ્યો છે. IPLમાં પણ તે શાનદાર શોટ્સ ફટકારતો જોવા મળતો હોય છે. વીડિયોમાં પણ તે આઈપીએલ સ્ટાઈલમાં જબરદસ્ત ફટકાબાજી કરતો નજર આવી રહ્યો છે.

 

 

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને ભાઈઓની જોડીનું IPLમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. જેને લઈ બંને ભાઈઓના ફેન્સ પણ ખૂબ છે. બંને ભાઈઓ વચ્ચે લાગણીઓ પણ ખૂબ છે. ભારતીય ટીમમાં પણ બંને ભાઈઓ સામેલ છે. હાલમાં બંને ભાઈઓ શ્રીલંકા પ્રવાસે છે. હાર્દિક ભારતીય ટીમ વતી 11 ટેસ્ટ મેચ અને 60 વન ડે અને 48 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે.

 

લાંબા સમયથી હાર્દિક ‘ટેસ્ટ’થી દૂર

ઈંગ્લેન્ડ પ્રવાસે (England Tour) રહેલી ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ થયો નહોતો. તેને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (WTC Final) માટે પણ પસંદ કરવામાં આવ્યો નહોતો. જેને લઈને તેના માટે અલગ અલગ ચર્ચાઓ વર્તાવા લાગી હતી. હાર્દિક પંડ્યાએ તેની ફિટનેસને લઈ ટેસ્ટ ક્રિકેટથી દુર રહેવુ પડી રહ્યું છે. પીઠની સર્જરી બાદથી તે બોલીંગ કરી શકતો નથી, જેને લઈ તે ટેસ્ટ ક્રિકેટ માટે પસંદ થઈ શકતો નથી.

 

Next Article