IND vs SL: ચેતન સાકરીયાએ કહ્યું ટીમ ઇન્ડીયાની ‘કેપ’ પહેરીશ, તેવી આગાહી IPL માં આ ક્રિકેટરે કરી હતી

શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) માટે ભારતીય ટીમ (Team India)નું એલાન ગત 10 જૂને BCCIએ કર્યુ હતું. જેમાં ભાવનગરના ચેતન સાકરીયા (Chetan Sakariya) નો સમાવેશ થયો હતો. સાકરીયા એ IPL ચાલુ વર્ષે ડેબ્યુ કર્યુ હતુ. તેને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની ટીમે પોતાની ટીમમાં સમાવ્યો હતો.

IND vs SL: ચેતન સાકરીયાએ કહ્યું ટીમ ઇન્ડીયાની 'કેપ' પહેરીશ, તેવી આગાહી IPL માં આ ક્રિકેટરે કરી હતી
Chetan Sakariya
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 12, 2021 | 7:47 PM

શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) માટે ભારતીય ટીમ (Team India) નું એલાન ગત 10 જૂને BCCIએ કર્યુ હતું. જેમાં ભાવનગરના ચેતન સાકરીયા (Chetan Sakariya) નો સમાવેશ થયો હતો. સાકરીયા ઉપરાંત પણ કેટલાક નવા ચહેરાઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી માટે પ્રવાસ ખેડવાનો મોકો મળ્યો છે. સાકરીયાએ IPL ચાલુ વર્ષે ડેબ્યુ કર્યુ હતુ. તેને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમે પોતાની ટીમમાં સમાવ્યો હતો. સાકરીયાએ કહ્યું હતું કે, IPL ના તેના કેપ્ટને તેના સિલેકશનને લઇને પહેલાથી આગાહી કરી હતી.

મીડિયા રિપોર્ટસ મુજબ, સાકરીયાએ કહ્યું હતું કે, સંજૂ ભાઇ અન્ય કરતા મારા પર વધારે ભરોસો બતાવી રહ્યા હતા. એટલુ જ નહી તેઓ મને IPL દરમ્યાન કહેતા હતા કે, હું જે રીતે બોલીંગ કરુ છું. એક દિવસ દુર નથી કે જ્યારે એક દિવસ ટીમ ઇન્ડીયાની કેપ પહેરીશ. એટલે કે આઇપીએલમાં તેના કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson) તેના ટીમમાં સમાવેશને લઇને આગાહી કરી હતી.

સૌરાષ્ટ્ર વતી રમતા 23 વર્ષીય ચેતન સાકરીયાનું ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે. જેના થકી તે IPL અને ટીમ ઇન્ડીયા સુધી પહોંચી શકવામાં સફળ રહ્યો છે. આગળ કહ્યું હતું તે, IPL બાદ લોકો જે રીતે મારા વિશે વાત કરતા હતા. તો હું વિચારી રહ્યો હતો કે, ઓછામાં ઓછું મારી પાસે ભારતીય ટીમના નેટ બોલર બનવા માટે નો મોકો છે. મેં નહોતુ વિચાર્યુ ક્યારેય કે સીધો જ શ્રીલંકા પ્રવાસની મુખ્ય ટીમમાં પસંદ થઇશ. પસંદ થયો છું, તો સર્વશ્રેષ્ઠ આપીશ.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

ચેતન સાકરીયાના પિતા IPL સ્થગીત થવાના તુરત બાદ જ અવસાન પામ્યા હતા. ચેતનના પિતા કાનજીભાઇ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ હોસ્પિટલાઇઝ હતા. IPL સ્થગીત થતા જ સીધો તે ભાવનગર જઇ હોસ્પીટલમાં રહેલા પિતા પાસે પહોંચ્યો હતો. જ્યાં તેઓ નાજૂક સ્થિતી વચ્ચે સારવાર લઇ રહ્યા હતા. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ દરમ્યાન ત્રણ વન ડે અને ત્રણ T20 મેચની શ્રેણી રમશે. શિખર ધવન (Shikhar Dhawan) ની આગેવાનીમાં ટીમ 28 જૂનથી શ્રીલંકા પ્રવાસ ખેડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">