IND vs SL: શ્રીલંકા સામે હિરો બનેલા દિપક ચાહરનુ બીજુ સ્વરુપ, ગીટાર સાથે સદાબહાર ગીતો સંભળાવ્યા, જુઓ

|

Jul 23, 2021 | 12:46 PM

દિપક ચાહર (Deepak Chahar) ને બેટ જેટલો જ પ્રેમ ગીટાર સાથે છે. તે સદાબહાર ગીતોને ગીટાર વગાડીને ગાતો રહેતો હોય છે. BCCI એ તેનો આવો જ વિડીયો શેર કર્યો છે.

IND vs SL: શ્રીલંકા સામે હિરો બનેલા દિપક ચાહરનુ બીજુ સ્વરુપ, ગીટાર સાથે સદાબહાર ગીતો સંભળાવ્યા, જુઓ
Deepak Chahar

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચેની બીજી વન ડે મેચમાં હારી બાજીને પલટી, દિપક ચાહરે જીત અપાવી હતી. દિપકે (Deepak Chahar) શાનદાર ઇનીંગ રમી હતી. એક સમયે ભારતીય ટીમ (Team India) ની ઇનીંગ મુશ્કેલ સ્થિતીમાં હતી અને ભરોસો પાત્ર બેટ્સમેનો પણ પેવેલિયન પરત ફરી ચુક્યા હતા. આ દરમ્યાન જ દિપક ચાહરે વાઇશ કેપ્ટન ભૂવનેશ્વર કુમારની સાથે મળીને શાનદાર જીત અપાવી હતી. ચાહર બેટ જ નહી પરંતુ ગીટા ને પણ શાનદાર વડાગી શકે છે, BCCI એ તેનો વિડીયો સોશીયલ મીડિયામાં શેર કર્યો છે.

દિપક ચાહર હવે માત્ર બોલર તરીકે નહી પરંતુ આ ઇનીંગ સાથે નવા ઓલરાઉન્ડર તરીકે ઓળખાવા લાગ્યો છે. BCCI દિપક ચાહરનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે ટીમ ઇન્ડીયાના ફિઝીયો નિરંજન પંડીત સાથે બોલીવુડ ગીત ગાઇ રહ્યો છે. દિપક ગીટાર વગાડતો જઇ રહ્યો છે, ઉત્સાહપૂર્વક પંડીત અને દિપક બંને સદાબહાર ગીતોને ગાઇ રહ્યા છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

આ અગાઉ પણ દિપક ચાહર ગીટાર વગાડતો હોવાનુ જોવા મળી ચુક્યુ છે. અગાઉ તે શાહરુખ ખાનની બ્લોક બસ્ટર ફિલ્મ દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગેનુ ગીત ગાઇ ચુક્યો છે. જોકે આ વખતે તેમે વગાડેલો ગીટાર અગાઉના કરતા વધારે પસંદ આવી રહ્યો છે. કારણ કે છેલ્લા બે દિવસથી તેણે ભારત અને શ્રીલંકા જ નહી પરંતુ દુનિયાભરમાં પોતાની બેટીંગથી ડંકો વગાડ્યો છે. જેને લઇ તે આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે. આમ હવે તેના ગીટારના સુર વધુ સુરીલા લાગવા લાગ્યા છે.

શ્રેણી પહેલા ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવને વાંસળીના સુર રેલાવ્યા હતા. જેમાં તેને ઓપનર પૃથ્વી શોએ ગીત ગાઇને સાથ આપ્યો હતો. બંને એ પ્રથમ વન ડેમાં ઉતરતા જ જીત અપવાતી રમત રમી હતી. હવે દિપક ચાહરે ગીટારના સુર રેલાવ્યા છે.

8 મી વિકેટ માટે શાનદાર ભાગીદારી

આમ તો દિપક ચાહરને અત્યાર સુધી ખાસ મોકો મળતો નહતો. પરંતુ જ્યારે મોકો મળ્યો ત્યારે તેમે ખુદને સાબિત કરી દીધો છે. શ્રીલંકા સામેની બીજી મેચમાં તે ન માત્ર જબરદસ્ત પ્રદર્શન કરી શક્યો પરંતુ, મેચનો હિરો બની ચુક્યો હતો. મુશ્કેલ સ્થિતી જ નહી પરંતુ ગુમાવી દીધેલી મેચને રોમાંચક રીતે ભારતના પક્ષમાં પરત ખેંચી લાવ્યો હતો. આ કામ માટે તેણે ભૂવનેશ્વર કુમાર સાથે 8 મી વિકેટ માટે યાદગાર ભાગીદારી રમત રમી હતી. વિકેટને ટકાવી રાખવા, તેણે મહદ અંશેં સ્ટ્રાઇક પોતાની પાસે જ રાખી હતી.

Next Article