ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી પૂર્ણ થઈ ગઈ છે. શ્રીલંકાએ છેલ્લી મેચ જીતીને શ્રેણી 2-0થી જીતી લીધી છે. 27 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે વનડે સીરીઝ હારી છે. આ પહેલા શ્રીલંકાએ 1997માં ભારતને હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની પ્રથમ વનડે ટાઈ રહી હતી જ્યારે બીજી વનડે શ્રીલંકાએ જીતી હતી. ત્રીજી મેચમાં શ્રીલંકાએ ભારતને ખરાબ રીતે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 248 રન બનાવ્યા હતા, જ્યારે ટીમ ઈન્ડિયા 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 110 રનથી મેચ જીતી હતી.
શ્રીલંકાએ ભારતને હરાવ્યું, 27 વર્ષ પછી ODI શ્રેણી પર કબજો કર્યો
શ્રીલંકા સામે ભારતની કારમી હાર, વનડે સિરીઝ 2-0થી ગુમાવી
ભારત નવમો ઝટકો, વોશિંગ્ટન સુંદર 30 રન બનાવી થયો આઉટ
ભારત આઠમો ઝટકો, સુંદર-કુલદીપ ક્રીઝ પર હાજર
ભારતનો સ્કોર 100 ને પાર, રિયાન પરાગ 18 રન બનાવી થયો આઉટ
ભારતને છઠ્ઠો ઝટકો, શ્રેયસ અય્યર માત્ર 8 રન બનાવી થયો આઉટ
ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, અક્ષર પટેલ માત્ર 2 રન બનાવી થયો આઉટ
ભારતને ચોથો ઝટકો, વિરાટ કોહલી માત્ર 20 રન બનાવી થયો આઉટ
10 ઓવર બાદ ભારતનો સ્કોર 68/3, શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી ક્રિઝ પર હાજર
ભારતને ત્રીજો ઝટકો, રિષભ પંત માત્ર 6 રન બનાવી થયો આઉટ
ભારતને બીજો ઝટકો, રોહિત શર્મા 35 રન બનાવી થયો આઉટ
ભારતને પહેલો ઝટકો, શુભમન ગિલ માત્ર 6 રન બનાવી થયો આઉટ
રોહિત શર્માએ ચોગ્ગા સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. તેણે પહેલો જ બોલ બાઉન્ડ્રી પાર કર્યો.
શ્રીલંકાએ સિરીઝનો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. 50 ઓવર પછી શ્રીલંકાએ 7 વિકેટના નુકસાન પર 248 રન બનાવી લીધા છે.
કુસલ મેન્ડિસે ભારત સામે અડધી સદી ફટકારી છે. તે 78 બોલમાં 53 રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
વોશિંગ્ટન સુંદરને શ્રીલંકાની 5મી વિકેટ લીધી હતી. તો રિયાન પરાગે શ્રીલંકાને છઠ્ઠો ઝટકો આપ્યો
શ્રીલંકાને ત્રીજી વનડેમાં ચોથો ઝટકો લાગ્યો છે. મોહમ્મદ સિરાજે સદિરાને આઉટ કરીને શ્રીલંકાને આ ઝટકો આપ્યો હતો. સાદિરા ખાતું પણ ખોલાવી શક્યો નહિ,
રિયાન પરાગે તેની ODI ડેબ્યૂમાં જ અજાયબીઓ કરી હતી અને તેની પ્રથમ 4 ઓવરમાં શ્રીલંકાની 2 વિકેટ લીધી હતી. અવિષ્કાને આઉટ કર્યા બાદ રેયાને કેપ્ટન અસલંકાને આઉટ કર્યો હતો. આ સાથે શ્રીલંકાને 3 ઝટકા લાગ્યા છે.
રિયાન પરાગે અવિશકા ફર્નાન્ડોને આઉટ કરીને વનડેમાં પોતાની પ્રથમ વિકેટ લીધી છે. આવિષ્કા 96 રનના અંગત સ્કોર પર તેનો શિકાર બન્યો હતો. આ સાથે શ્રીલંકાની બીજી વિકેટ 171 રનના સ્કોર પર પડી હતી.
અવિશકા ફર્નાન્ડોએ ODI ક્રિકેટમાં તેની 8મી અડધી સદી ફટકારી છે. ત્રીજી વનડેમાં તેણે ચોગ્ગા સાથે પોતાની અર્ધશતક પૂરી કરી. આ સાથે શ્રીલંકાનો સ્કોર 1 વિકેટે 100 રનને પાર કરી ગયો હતો.
ભારત સામેની ત્રીજી વનડેમાં શ્રીલંકાના સ્કોર 50 રનને પાર કરી ગયો છે. તેણે 12 ઓવરમાં કોઈ નુકશાન વિના 51 રન બનાવ્યા છે. નિસાંકા અને અવિશકાની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે.
શ્રીલંકાની શરૂઆત ધીમી રહી હતી. નિસાંકા અને અવિષ્કા વચ્ચે છ ઓવરમાં 27 રનની ભાગીદારી થઈ હતી.
ત્રીજી વનડેમાં શ્રીલંકાના દાવમાં 5 ઓવરની રમત સમાપ્ત થઈ ગઈ છે. 5 ઓવર પછી શ્રીલંકાના ઓપનરોએ સ્કોર બોર્ડ પર 26 રન હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. નિસાંકા અને અવિષ્કાની જોડી ક્રિઝ પર છે.
આવિષ્કા ફર્નાન્ડો અને પથુમ નિસાન્કાએ શ્રીલંકા માટે બેટિંગની જવાબદારી સંભાળી છે. બંને બેટ્સમેનોએ પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા હતા. સિરાજે આ ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને અર્શદીપ સિંહને બહાર કરીને તેણે રિષભ પંત અને રેયાન પરાગને તક આપી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વનડેમાં પણ ટોસ હારી ગયો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મતલબ કે ભારત પહેલા બોલિંગ કરશે.
Published On - 2:32 pm, Wed, 7 August 24