IND vs SL 1st T20: સૂ્ર્યકુમાર યાદવનુ અર્ધશતક, શ્રીલંકા સામે ભારતે 165 રનનો પડકાર રાખ્યો

|

Jul 25, 2021 | 10:04 PM

ભારતીય ટીમ (Team India) ને વન ડે શ્રેણી ને 2-1 થી શ્રીલંકા સામે જીતી લીધી છે. ભારતીય ટીમ હવે T20 મેચને જીતી લેવા માટે આજે લક્ષ્ય રાખી રહી છે. તો શ્રીલંકન ટીમ પણ અંતિમ વન ડે જીતીને જોશમાં છે.

IND vs SL 1st T20: સૂ્ર્યકુમાર યાદવનુ અર્ધશતક, શ્રીલંકા સામે ભારતે 165 રનનો પડકાર રાખ્યો
Shikhar Dhawan

Follow us on

ભારત અને શ્રીલકા (India vs Srilanka) વચ્ચે T20 સિરીઝની શરુઆત થઇ છે. ત્રણ મેચ ની સિરીઝમાં ભારતીય ટીમ તરફ થી પૃથ્વી શો (Prithvi Shaw) અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy)એ ડેબ્યૂ કર્યુ હતુ. બંને ખેલાડીઓને T20 આંતરરાષ્ટ્રીય સ્તરે મોકો આપ્યો હતો. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ (Team India) તરફ થી ડેબ્યૂટન્ટ પૃથ્વી શો તેના T20 આંતરરાષ્ટ્રીય કરિયર અને મેચના પ્રથમ બોલે જ શૂન્ય પર આઉટ થયો હતો.

ભારત બેટીંગ ઇનીંગ

ભારતની શરુઆત ખરાબ રહી હતી. મેચની શરુઆતના પ્રથમ બોલ પર જ ભારતે પ્રથમ વિકેટ પૃથ્વી શોના રુપમાં ગુમાવી હતી. ભારતે શૂન્ય રને વિકેટ ગુમાવીને મેચને સંજૂ સેમસને ઝડપ થી રમીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. જોકે સેમસન ટીમના 51 રનના સ્કોર પર બીજી વિકેટ ના રુપમાં પેવેલિયન પરત ફર્યો હતો. સેમસને 20 બોલમાં 27 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે ફીફટી લગાવી હતી. તેણે 34 બોલમાં 50 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે 2 છગ્ગા લગાવ્યા હતા.

કેપ્ટન શિખર ધવન સેટ થયા બાદ મોટો શોટ રમવા ના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 36 બોલમાં 46 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા ફરી એકવાર મોટી ઇનીંગ રમી શક્યો નહોતો. તે 12 બોલમાં 10 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ઇશાન કિશને 20 રન કર્યા હતા. કૃણાલ પંડ્યા 3 રન કરીને અણનમ રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

શ્રીલંકાની બોલીંગ ઇનીંગ

હસરંગાએ શાનદાર બોલીંગ આજે શ્રીલંકા દ્વારા કરી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. દશમંથા ચામિરા એ શ્રીલંકન ટીમને શાનદાર શરુઆત કરાવી હતી. તેણે મેચના પ્રથમ બોલે જ વિકેટ ઝડપાવી દીધી હતી. ચામિરા એ 2 વિકેટ 24 રન 4 ઓવરમાં ગુમાવી મેળવી હતી. ચામિકા કરુણારત્નેએ 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ મેળવી હતી. અકીલ ધનંજય આજે ખર્ચાળ રહ્યો હતો. તેણે એક પણ વિકેટ મેળવી નહોતી, જ્યારે 13.30ની ઇકોનોમી થી બોલીંગ કરી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2021: મુંબઇ અને ચેન્નાઇની ટક્કર સાથે 19 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટની આગળની મેચોનો UAE માં થશે પ્રારંભ

Next Article