IND vs SL 1st T20: ભારતની 38 રને જીત, શ્રીલંકા 126 રનમાં ઓલઆઉટ, ભૂવનેશ્વરે 4 વિકેટ ઝડપી

|

Jul 25, 2021 | 11:49 PM

ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને લઇને શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં જીત જબરદસ્ત જીત મેળવી હતી. શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ભારત જીત સાથે 1-0 થી આગળ થવામાં સફળ નિવડ્યુ છે.

IND vs SL 1st T20: ભારતની 38 રને જીત, શ્રીલંકા 126 રનમાં ઓલઆઉટ, ભૂવનેશ્વરે 4 વિકેટ ઝડપી
Team India

Follow us on

ભારત અને શ્રીલકા (India vs Srilanka) વચ્ચે T20 સિરીઝની પ્રથમ T20 મેચ ભારતે જીતી લીધી હતી. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટીંગ કરતા 165 રનનુ લક્ષ્યાંક 5 વિકેટ ગુમાવીને રાખ્યું હતું. શ્રીલંકા એ 50 ના સ્કોરે પહોંચતા જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકા 18.3 ઓવરમાં 126 રને સમેટાઇ જતા ભારતનો 38 રને વિજય થયો હતો. ભૂવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) 4 વિકેટ ઝડપી હતી.

શિખર ધવન (Shikhar Dhawan) ની કેપ્ટનશીપમાં ભારતે T20 શ્રેણીમાં જીત સાથે શરુઆત કરી હતી. ત્રણ મેચની સિરીઝમાં ભારતીય ટીમ તરફથી પૃથ્વી શો (Prithvi Shaw) અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy)એ ડેબ્યૂ કર્યુ હતુ. બંને ખેલાડીઓને T20 આંતરરાષ્ટ્રીય સ્તરે મોકો આપ્યો હતો. ભારતીય ટીમ (Team India) તરફ થી ડેબ્યૂટન્ટ પૃથ્વી શો તેના T20 આંતરરાષ્ટ્રીય કરિયર અને મેચના પ્રથમ બોલે જ શૂન્ય પર આઉટ થયો હતો.

શ્રીલંકાની બેટીંગ ઇનીંગ

શ્રીલંક ઓપનર આવિષ્કા ફર્નાન્ડોએ શરુઆત સારી કરવા પ્રયાસ કર્યો હતો. જોકે ઓપનીંગ જોડી 23 રનના સ્કોર પર જ તૂટી ગઇ હતી. પ્રથમ વિકેટના સ્વરુપે મિનોદ ભાનુકા આઉટ થયો હતો. તે 10 રન કરીને પરત ફર્યો હતો. ધનજ્ય ડી સિલ્વા 48 ના સ્કોર પર આઉટ થયો હતો. તેણે 9 રન 10 બોલમાં બનાવ્યા હતા. આવિષ્કા ત્રીજી વિકેટના રુપે આઉટ થયો હતો. તેમે 23 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેની વિકેટ ગુમાવતા જ શ્રીલંકા દબાણમાં આવી ચુક્યુ હતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચરીથ અસલંકાએ ટીમની જવાબદારી સ્વિકારી રમત રમી હતી. જોકે અસલંકા દિપક ચાહરની જાળમાં ફસાઇ ગયો હતો. તે 26 બોલમાં 44 રન કરીને વિકેટ ગુમાવી હતી. તેણે 3 સિક્સ લગાવી હતી. હસારંગા શૂન્ય રને જ બોલ્ડ થયો હતો. એશન બંદારા એ 19 બોલમાં 9 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન દાસુન શનાકા સ્ટમ્પિંગ આઉટ થયો હતો. તેમણે 16 રન બનાવ્યા હતા. ઇસુરુ ઉડાનાએ 1 રન બનાવ્યા હતા.

ભારતની બોલીંગ ઇનીંગ

ભૂવનેશ્વર કુમારે કમાલની બોલીંગ કરી હતી. તેણે 4 વિકેટ મેળવી હતી. ભૂવી એ 3.3 ઓવર કરીને 22 રન આપ્યા હતા. દિપક ચાહરે 3 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ મેળવી હતી. વરુણ ચક્રવર્તીએ ડેબ્યૂ મેચમાં પ્રભાવી પ્રદર્શન કર્યુ હતુ. વરુણે 4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 19 રન ગુમાવી 1 વિકેટ મેળવી હતી. હાર્દિક પંડ્યાએ 2 ઓવર માં 17 રન આપી 1 વિકેટ મેળવી હતી. કૃણાલ પંડ્યાએ 2 ઓવરમાં 16 રન આપી 1 વિકેટ ઝડપી હતી.

ભારત બેટીંગ ઇનીંગ

ભારતની શરુઆત ખરાબ રહી હતી. મેચની શરુઆતના પ્રથમ બોલ પર જ ભારતે પ્રથમ વિકેટ પૃથ્વી શોના રુપમાં ગુમાવી હતી. ભારતે શૂન્ય રને વિકેટ ગુમાવીને મેચને સંજૂ સેમસને ઝડપ થી રમીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. જોકે સેમસન ટીમના 51 રનના સ્કોર પર બીજી વિકેટ ના રુપમાં પેવેલિયન પરત ફર્યો હતો. સેમસને 20 બોલમાં 27 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે ફીફટી લગાવી હતી. તેણે 34 બોલમાં 50 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે 2 છગ્ગા લગાવ્યા હતા.

કેપ્ટન શિખર ધવન સેટ થયા બાદ મોટો શોટ રમવા ના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 36 બોલમાં 46 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા ફરી એકવાર મોટી ઇનીંગ રમી શક્યો નહોતો. તે 12 બોલમાં 10 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ઇશાન કિશને 20 રન કર્યા હતા. કૃણાલ પંડ્યા 3 રન કરીને અણનમ રહ્યો હયો

શ્રીલંકાની બોલીંગ ઇનીંગ

હસરંગાએ શાનદાર બોલીંગ આજે શ્રીલંકા દ્વારા કરી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. દશમંથા ચામિરાએ શ્રીલંકન ટીમને શાનદાર શરુઆત કરાવી હતી. તેણે મેચના પ્રથમ બોલે જ વિકેટ ઝડપાવી દીધી હતી. ચામિરાએ 2 વિકેટ 24 રન 4 ઓવરમાં ગુમાવી મેળવી હતી. ચામિકા કરુણારત્નેએ 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ મેળવી હતી. અકીલ ધનંજય આજે ખર્ચાળ રહ્યો હતો. તેણે એક પણ વિકેટ મેળવી નહોતી, જ્યારે 13.30ની ઇકોનોમીથી બોલીંગ કરી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: મુંબઇ અને ચેન્નાઇની ટક્કર સાથે 19 સપ્ટેમ્બરથી ટૂર્નામેન્ટની આગળની મેચોનો UAE માં થશે પ્રારંભ

Next Article