
ભારતના સ્પિનરો સામાન્ય રીતે ભારતીય ધરતી પર પોતાની તાકાત બતાવે છે, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં પરિસ્થિતિ પલટાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના ઓફ સ્પિનર સિમોન હાર્મરે ટેસ્ટ શ્રેણીમાં તબાહી મચાવી છે. કોલકાતા ટેસ્ટમાં 8 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ રહેલા હાર્મરે ગુવાહાટી ટેસ્ટની પહેલી ઇનિંગમાં પણ 3 વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગમાં તેણે એક એવો બોલ ફેંક્યો જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
સિમોન હાર્મરે 10 મી ઓવરમાં કેએલ રાહુલને ચમત્કારિક બોલ ફેંક્યો. હાર્મરે દસમી ઓવરનો બીજો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો અને કેએલ રાહુલે તેને રમવાનો પ્રયાસ કર્યો, જોકે બોલ રાહુલને ચકમો આપી સિંગલ સ્ટમ્પ તરફ ગયો અને કેએલ રાહુલ ક્લીન બોડ થયો. કેએલ રાહુલ પણ ચોંકી ગયો. હાર્મરની આ બોલ ટપ્પો પાડીને જોરદાર સ્પિન થઈ, જે ભારતીય સ્પિનરો નહીં કરી શક્યા.
What a ball by Simon Harmer. He has been the best spinner of the series by far, outshining Ravindra Jadeja and Kuldeep Yadav #INDvsSApic.twitter.com/0juwX4f7P7
— Kusha Sharma (@Kushacritic) November 25, 2025
ગુવાહાટી ટેસ્ટની બીજી ઇનિંગમાં કેએલ રાહુલ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો, જેનાથી એક ખૂબ જ અનિચ્છનીય રેકોર્ડ બન્યો હતો. ટેસ્ટ ડેબ્યૂ પછી, રાહુલ સૌથી વધુ સિંગલ-ડિજિટ ડિસમિસલ્સ ધરાવતો બેટ્સમેન બન્યો છે. તે 39 વખત 0 થી 9 સ્કોર વચ્ચે આઉટ થયો છે, તેણે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. સ્પષ્ટપણે, કેએલ રાહુલ તેના દાયકા લાંબા ટેસ્ટ કારકિર્દીમાં ઘણી નિષ્ફળતાઓ દર્શાવે છે, તેથી જ તેની ઉત્તમ ટેકનિક હોવા છતાં, તેની સરેરાશ 35 ની આસપાસ રહે છે.
આ પણ વાંચો: Breaking News : સ્મૃતિ મંધાના નહીં પણ પલાશ મુછલે લગ્ન અટકાવ્યા, પલાશની માતાએ કર્યો મોટો ખુલાસો